AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 માર્ચના મહત્વના સમાચાર : ખોરાક, ખાતર કે પછી જંતુનાશક દવામાં ભેળસેળ કરનારા સામે કડક કાર્યવાહીના આદેશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2026 | 8:55 PM
Share

આજે 18 માર્ચને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

18 માર્ચના મહત્વના સમાચાર : ખોરાક, ખાતર કે પછી જંતુનાશક દવામાં ભેળસેળ કરનારા સામે કડક કાર્યવાહીના આદેશ

આજે 18 માર્ચને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Mar 2026 08:46 PM (IST)

    ગીર સોમનાથના વેરાવળના નાવદ્રા ગામે SOG એ દરોડા પાડીને રાંધણગેસના 33 બાટલા પકડી પાડ્યા

    ગીર સોમનાથના વેરાવળના નાવદ્રા ગામે એસ ઓ જી પોલીસે દરોડા પાડી ગેસના બાટલા પકડી પાડ્યા છે. વાડી વિસ્તારના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આશરે 33 જેટલા ગેસના બાટલા જપ્ત કર્યા છે. ગેરકાનૂની રીતે વેચાણ અર્થે ગેસના બાટલા રખાયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પોલીસે ગેસના તમામ બોટલ કબજે કરી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 18 Mar 2026 08:35 PM (IST)

    ખોરાક, ખાતર કે પછી જંતુનાશક દવામાં ભેળસેળ કરનારા સામે કડક કાર્યવાહીના આદેશ

    રાજકોટના લોધિકામાંથી પકડાયેલી નકલી જંતુનાશક દવા અંગે પ્રવક્તામંત્રી જીતુ વખાણીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારી અલગ અલગ હોય છે. ભેળસેળ માટે રાજ્ય સરકાર કડક હાથે કામ લેવા માટે તૈયારી કરી રહી છે. જંતુનાશક દવા, નકલી ખાતર, બિયારણ દવા અંગે પણ કડક કાર્યવાહી થાય તેવો નિર્ણય કરાયેલ છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં પણ મુખ્યમંત્રીએ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. ખાધ્ય ખોરાક કે આ પ્રકારમાં ભેળસેળ હોય કે નકલી હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આવનારા સમયમાં જે સુધારા કરવાના થાય છે તે કરવાની સૂચના પણ મુખ્યમંત્રીએ આપી છે.

  • 18 Mar 2026 08:06 PM (IST)

    બનાસકાંઠાના ઓગડમાં ચૌધરી-રબારી જૂથ અથડામણને કાબૂમાં લેવા દોડેલ પોલીસ પર ટોળાનો હુમલો, ટીયરગેસના શેલ છોડાયા

    બનાસકાંઠાના ઓગડના ઉણ ગામે બે જૂથ વચ્ચે થયેલ અથડામણ દરમિયાન પોલીસ પર હુમલો કરવા બદલ 40 લોકોની અટકાયત કરવામાં આવી છે. રબારી અને ચૌધરી વચ્ચે થયેલ જૂથ અથડામણને કાબૂમાં લેવા દોડી ગયેલ બનાસકાંઠા પોલીસ પર ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં 4 પોલીસ કર્મી ઘાયલ થયા હતા. પરિસ્થિતિ પર કાબુ મેળવવા IG બે SP સહિત સહિત 300થી વધુ પોલીસ ઉણ ગામમાં પહોચ્યાં છે. ઉણ ગામ ફેરવાયું પોલીસ છાવણી. પરિસ્થિતિ કાબુમાં બનાસકાંઠા IG પરીક્ષિતા રાઠોડ નું નિવેદન. ટોળાએ પોલીસ સાથે સંઘર્ષ થતા પોલીસે કર્યો બળ વાપર્યુ. પરિસ્થિતિ કાબુ કરવા ટીયર ગેસ છોડવાની ફરજ પડી છે.

  • 18 Mar 2026 07:35 PM (IST)

    ગુજરાત ભાજપે 11 સભ્યોની બનાવી કોર કમિટી

    ગુજરાત પ્રદેશ ભાજપે કોર કમિટીની કરી જાહેરાત. કુલ 11 સભ્યોને પ્રદેશ કોર કમિટમાં અપાયું સ્થાન. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી રત્નાકર, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, ગણપત વસાવા, દર્શના વાઘેલા, ભુપેન્દ્ર ચુડાસમા અને આઈ કે જાડેજાને કોર કમિટી અપાયું સ્થાન.

  • 18 Mar 2026 07:01 PM (IST)

    બરોડા ડેરીની ચૂંટણી : ચાર ટર્મથી જીતતા કુલદિપસિંહની હાર, કહ્યું- પોલીસ પાસે મતદારોને ધમકાવીને ભાજપના ધારાસભ્યે મતદાન કરાવ્યું

    બરોડા ડેરી ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ બેઠકનું પરિણામ જાહેર થયું છે. ડેસર બેઠક પર ભાજપનાં ધારાસભ્ય કેતન ઈનામદારના અંગત એવા સુરપાલસિંહ પરમારની જીત થઈ છે. સુરપાલસિંહ પરમારનો માત્ર 5 મતનાં નજીવા માર્જિનથી વિજય થયો છે. છેલ્લી ચાર ટર્મથી આ બેઠક પરથી ડિરેક્ટર તરીકે ચૂંટાતા કુલદીપસિંહ રાઉલજીની કારમી હાર થઈ છે. હાર બાદ કુલદીપસિંહ રાઉલજીએ આક્ષેપ કર્યો છે કે, MLA કેતન ઈનામદાર અને ઉમેદવાર સુરપાલસિંહે સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો છે. ડેસર ઝોનમાં પોલીસ પાસે મતદારોને ધમકાવીને મત લીધા છે. કુલદીપસિંહનાં નિવેદન અંગે વિજેતા સુરપાલસિંહનો પલટવાર કર્યો છે. “હારેલા ઉમેદવાર આ પ્રકારનું નિવેદન આપે તે સ્વભાવિક છે તેમ જણાવ્યું હતું. જો “પોલીસનો ઉપયોગ કર્યો હોત તો કુલદીપસિંહને 38 મત પણ ન મળ્યા હોત તેમ જણાવ્યું હતું.

  • 18 Mar 2026 06:51 PM (IST)

    ગુજરાત વિધાનસભામાં 24મીએ રજૂ થશે સમાન સિવિલ કોડ બિલ

    UCC એટલે કે સમાન સિવિલ કોડ એ કોર ઇસ્યૂ છે. ભાજપની સ્થાપનાથી આજ દિન સુધી દરેક મેનિફેસ્ટોમાં આ વાત પક્ષે કરી હતી. ભાજપની વિચારધારાનો એક ભાગ છે સમાન સિવિલ કોડ. સમાન સિવિલ કોડના સંદર્ભમાં ઉત્તરાખંડમાં બિલ પાસ થઈને કાયદો બન્યું છે. ગુજરાતમાં પણ એ દિશામાં આગળ વધવામા આવશે. આગામી 24 તારીખે સમાન સિવિલ કોડ બિલ વિધાનસભામાં લાવવામાં આવશે અને તેના પર ચર્ચા થશે.

  • 18 Mar 2026 06:13 PM (IST)

    અમરેલીમાં વાતાવરણ પલટાયું, બગસરમાં પડ્યા કરા, વડીયા, મોરવાડા, બાંટવા દેવળી, શાપર, સુડાવડમાં માવઠું

    અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણ પલટાયું. વડીયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યાં છે. વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. બગસરા શહેરમાં કરા સાથે વરસાદ ખાબકયો. બગસરા પંથકના શાપર, સુડાવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે.

  • 18 Mar 2026 05:02 PM (IST)

    સાબરકાંઠાના ઈડરના બરવાવમા શ્વાનોએ બાળક પર કર્યો હુમલો, સારવારઅર્થે બાળકને હિંમતનગર ખસેડાયો

    સાબરકાંઠાના ઈડરના બરવાવમા શ્વાનોએ બાળક પર હુમલો કર્યો. બરવાવ ગામમાં રખડતા શ્વાનોનો આતંક. ચાર વર્ષના માસૂમ બાળક મનોજ ડાભીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી. શ્વાનોના હુમલાથી ઘાયલ માસૂમ બાળકને સારવાર અર્થે ઇડર સિવિલ ખસેડાયો. ઈડર સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયો.

  • 18 Mar 2026 03:30 PM (IST)

    સુરતના લસકાણાના યુવક સાથે લગ્ન કરી ભાગી ગયેલ લૂંટેરી દૂલ્હન, જસદણમાં બીજા પતિ સાથે ઝડપાઈ

    સુરત શહેરના લસકાણામા લૂંટેરી દુલ્હન ઝડપાઈ છે. સુરતના લસકાણામા રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. દલાલ હસ્તક લગ્ન કરતા 1.70 લાખ મેળવ્યા હતા. ત્યારબાદ રાજકોટ ખાતે સબંધીની ખબર કાઢવા જવા નીકળી હતી. થોડા દિવસમાં રાજકોટના જસદણ ખાતે અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા. મહિલાએ સોશિયલ મીડિયામા બીજા લગ્નના ફોટા મુકતા ભાંડો ફૂટ્યો. પહેલા પતિને જાણ થતા લસકાણા પોલીસમા ફરિયાદ નોંધાવી. લસકાણા પોલીસે જસદણ ખાતેથી મહિલાની કરી ધરપકડ. લસકાણા પોલીસે મહિલાની ધરપકડ કરી પૈસા લઇ જનાર દલાલને વોન્ટેડ જાહેર કર્યો. લસકાણા પોલીસ દ્વારા અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તે અંગે તપાસ હાથ ધરાઇ છે.

  • 18 Mar 2026 02:59 PM (IST)

    દાહોદના દેવગઢ બારીયામાં રેતી માફિયાઓ પર ખનિજ વિભાગના દરોડા, 09 ડમ્પર ઝડપાયા

    દાહોદના દેવગઢ બારીયામાં રેતી માફિયાઓ પર ખનિજ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ​દાહોદ ખાણ ખનિજ વિભાગની ટીમે ફાંગીયા-સાગટાળા રોડ પર વહેલી સવારે દરોડા પાડ્યા હતા. ​ગેરકાયદેસર સાદી રેતીનું ઓવરલોડ વહન કરતા કુલ 09 ડમ્પર વાહનો ઝડપાયા છે. ખાણ ખનીજ ​તંત્રએ અંદાજે ₹2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવાની કાર્યવાહી કરી છે. ​બિનઅધિકૃત ખનન અને વહન કરનારા રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ​નિયમોના ઉલ્લંઘન બદલ તમામ વાહનો વિરુદ્ધ કડક દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. ​જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન વિભાગની આ મોટી કાર્યવાહીથી ખનિજ ચોરોમાં મચ્યો હડકંપ.

  • 18 Mar 2026 02:51 PM (IST)

    પ્રાકૃતિક ખેતીના પ્રચાર વચ્ચે રાજ્યને 88.77લાખ મેટ્રિક ટન ખાતર કેન્દ્ર સરકારે ફાળવ્યું

    પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દરમિયાન રાજ્યને કેન્દ્ર સરકારે કુલ 88.77 લાખ મેટ્રિક ટન ખાતર ફાળવ્યું છે. છેલ્લા બે વર્ષમાં 49.52 લાખ મેટ્રિક ટન યુરિયા, 14.81 લાખ મેટ્રિક ટન DAP અને 17.68 લાખ મેટ્રિક ટન NPK ખાતર ફાળવાયું છે. યુરિયા ખાતર 45 કિલોના જથ્થામાં GSFCGNFCIFFCO અને KRIBHCO દ્વારા 266.50 રૂપિયાના ભાવે વેચાશે. DAP ખાતરનું વેચાણ 1350 રૂપિયામાં થશે, જ્યારે GSFC અને IFFCO દ્વારા કપની DAP ખાતર 1470 રૂપિયામાં વેચાશે. આ માહિતી આંકલાવના ધારાસભ્ય Amit Chavdaના પ્રશ્નના જવાબમાં રાજ્યના કૃષિ મંત્રીએ આપી હતી.

  • 18 Mar 2026 02:12 PM (IST)

    અમદાવાદઃ પાંચકુવામાં આવેલા સિંધી માર્કેટમાં આગ

    અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આવેલા સિંધી માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ કેટલીક દુકાનોમાં પ્રસરી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. આગ લાગવાનું કારણ હાલ તપાસનો વિષય બન્યું છે અને અધિકારીઓ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

  • 18 Mar 2026 02:12 PM (IST)

    ​ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જનતા માટે રાહતના સમાચાર

    ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આણંદ અને વડોદરા વચ્ચે ટૂંક સમયમાં વૈકલ્પિક બ્રિજ શરૂ થવાનો છે. રાજ્ય સરકારે આ બ્રિજ માટે આશરે ₹9.50 કરોડની ફાળવણી કરી હતી અને તૂટેલા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર ગોઠવવાની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. લગભગ 250 કામદારો અને એન્જિનિયરોની ટીમ દિવસ-રાત કામ કરી રહી છે, જેમાં સ્ટ્રેઇન જેક અને બલૂન ટેક્નોલોજીની મદદથી મજબૂત ફિટિંગ કરવામાં આવી રહી છે. બ્રિજ શરૂ થતાં નોકરિયાત વર્ગને લાંબા ફેરામાંથી રાહત મળશે અને VasadUmeta થઈને જવાની પળોજણનો અંત આવશે. અંદાજે આગામી 15 દિવસમાં બાઈક, રીક્ષા અને મોપેડ જેવા વાહનો માટે બ્રિજ ખુલ્લો મુકાઈ શકે છે.

  • 18 Mar 2026 01:48 PM (IST)

    નેપાળના ખેટાંગમાં હેલિકોપ્ટર ક્રેશ

    નેપાળના ખોટાંગ જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. ખેતરમાં ઉતરવાની પ્રક્રિયા દરમિયાન અચાનક નિયંત્રણ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. દુર્ઘટનાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

  • 18 Mar 2026 01:47 PM (IST)

    રાજ્યમાં ખેડૂતોને સમયમર્યાદામાં અપાતા પાણીને લઈને વિપક્ષે ઉઠાવ્યા સવાલ

    રાજ્યમાં ખેડૂતોને સમયમર્યાદામાં સિંચાઈ માટે પાણી આપવામાં આવતા મુદ્દે વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ચર્ચા દરમિયાન ધારાસભ્ય Amrutji Thakorએ સરકારની નીતિઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે ઉદ્યોગોને બેરોકટોક પાણી પૂરું પાડવામાં આવે છે, જ્યારે ખેડૂતોને સમયમર્યાદામાં મર્યાદિત પાણી આપવામાં આવે છે, જે અયોગ્ય છે. 30 એપ્રિલ સુધી સિંચાઈ માટે પાણી આપવાની સરકારની જાહેરાત સામે પણ તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ખેડૂતોને અવિરત પાણી મળવું જોઈએ તેવી માંગ સાથે તેમણે Banas River પર સમયાંતરે ચેકડેમ બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. સાથે સાથે તળાવો ભરવાની નીતિઓનો તાત્કાલિક અમલ થાય તો પાણીની સમસ્યા હળવી બની શકે અને ખેડૂતોને રાહત મળે તેવી પણ તેમણે માંગ કરી હતી.

  • 18 Mar 2026 12:51 PM (IST)

    ઈઝરાયલનો લેબનાનના બેરૂતમાં મોટો હુમલો

    લેબનાનની રાજધાની બેરૂત માં ઇઝરાયલે એક ઇમારત પર ભીષણ હવાઈ હુમલો કર્યો હતો, જેમાં મિસાઈલ દ્વારા ઇમારતને સંપૂર્ણપણે ધરાશાયી કરી દેવામાં આવી. હિઝબુલ્લા ના ઠેકાણા તરીકે શંકાસ્પદ આ ઇમારતને લઈને ઇઝરાયલે અગાઉથી ધમકી આપી હતી, જેના પગલે ઇમારત પહેલેથી જ ખાલી કરાવવામાં આવી હતી. હુમલા બાદ ઇમારત કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. માહિતી મુજબ, આ ઇમારતમાંથી હિઝબુલ્લાની નાણાકીય લેવડદેવડ થતી હોવાની ઇઝરાયલને આશંકા હતી. અગાઉ ત્રણ વખત નિષ્ફળ પ્રયત્નો કર્યા બાદ ચોથી વખતના હુમલામાં ઇઝરાયલને સફળતા મળી હતી, અને આ સમગ્ર ભીષણ હુમલો વિવિધ કેમેરામાં કેદ થયો હતો.

  • 18 Mar 2026 11:38 AM (IST)

    સુરતઃ નવી સિવિલ હોસ્પિટલ ઓર્થોપેડિક વિભાગનું OT બંધ

    સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગનું ઓપરેશન થિયેટર છેલ્લા એક સપ્તાહથી બંધ છે. AC ન ચાલતા અને પાણી ટપકતા હોવાના કારણે ઓટી કામગીરી સ્થગિત છે, જેના કારણે હાડકાના દર્દીઓ ભારે મુશ્કેલી અને અસ્વસ્થતા ભોગવી રહ્યા છે.

  • 18 Mar 2026 09:07 AM (IST)

    વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં હલચલ મચી ગઈ હતી. ઈમેઈલ મારફતે મળેલી આ ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સક્રિય બની ગઈ અને સમગ્ર પરિસરની ચકાસણી હાથ ધરાઈ. આ કારણસર વિધાનસભાનું સત્ર સવારે 9 વાગ્યે શરૂ થઈ શક્યું નહોતું. અધિકારીઓ દ્વારા પરિસ્થિતિને ગંભીરતાથી લઈ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત બનાવવામાં આવી રહી છે અને ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.

  • 18 Mar 2026 08:54 AM (IST)

    ગાંધીનગરઃ ડેપ્યુટી CM સહિત તમામ પ્રધાનો ST બસથી પહોંચશે વિધાનસભા

    ગાંધીનગરમાં મુખ્યપ્રધાન Bhupendra Patelની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ રહી છે, જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને UCC વિધેયક અંગે કેબિનેટમાં વિચારવિમર્શ થઈ શકે છે. ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણી, ઉનાળાની ઋતુમાં સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ટેકાના ભાવે ચાલતી જણસોની ખરીદી અંગે સમીક્ષા કરવામાં આવી શકે છે. રાજ્યના વહીવટી અને વિકાસલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

  • 18 Mar 2026 08:17 AM (IST)

    ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

    ગાંધીનગરમાં મુખ્યપ્રધાન Bhupendra Patelની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ રહી છે, જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને UCC વિધેયક અંગે કેબિનેટમાં વિચારવિમર્શ થઈ શકે છે. ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણી, ઉનાળાની ઋતુમાં સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ટેકાના ભાવે ચાલતી જણસોની ખરીદી અંગે સમીક્ષા કરવામાં આવી શકે છે. રાજ્યના વહીવટી અને વિકાસલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

  • 18 Mar 2026 07:24 AM (IST)

    જૂનાગઢઃ અંબાજી મંદિરમાં ગેરરીતિ મામલે કુલ 11 લોકો સામે ફરિયાદ

    જૂનાગઢના અંબાજી મંદિરમાં ગેરરીતિનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મંદિરમાં દારૂ પાર્ટી અને નાણાકીય ગેરરીતિ સંબંધિત બે અલગ અલગ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કલેકટરે આદેશ આપ્યો છે. ગત 22 ઓક્ટોબરે મંદિર પરિસરમાં સીડી મારફતે દારૂ અને નોનવેજ લઈ જઈ ચાર દિવસ સુધી પાર્ટી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. આ મામલે અભિષેક ચૌહાણ, છગન ડાભી, નીખીલ મેઘનાથી અને જીગ્નેશ ડાભી સહિત બે સગીર આરોપીઓ સામે ગુનો નોંધાશે. તંત્ર દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • 18 Mar 2026 07:23 AM (IST)

    રાજકોટમાં ઠલવાશે નર્મદાના નીર

    રાજકોટવાસીઓ માટે ઉનાળામાં રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં નર્મદા નદીના પાણીની આવક સુનિશ્ચિત કરવા માટે સૌની યોજના હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આજી અને ન્યારી ડેમને લગભગ 80 ટકા સુધી ભરવાની તૈયારી ચાલી રહી છે, જેથી માર્ચ, એપ્રિલ અને મે જેવા ગરમીના મહિનાઓ દરમિયાન પાણી વિતરણમાં કોઈ ખલેલ ન પડે. શહેરને ઉનાળામાં પૂરતું અને નિયમિત પાણી મળી રહે તે માટે પ્રશાસન સક્રિય બની કામગીરી કરી રહ્યું છે.

Published On - Mar 18,2026 7:22 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">