AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અલી લારીજાની બાદ ઈરાનના ગુપ્તચર મંત્રી ઈસ્માઈલ ખાતિબ પણ ઠાર, ઈઝરાયેલના રક્ષા મંત્રીએ કાત્ઝેએ કહ્યું- “હજુ વધુ ચોંકાવીશું”

ઈઝરાયેલ અને અમેરિકા સામે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાનને એક પછી એક મોટા આઘાત લાગી રહ્યા છે. ઈરાનના સુરક્ષા ચીફ અલી લારીજાનીના નિધનના સમાચાર હજુ શાંત પડ્યા નથી અને ત્યાં જ હવે ઈરાનના ગુપ્તચર મંત્રી ઈસ્માઈલ ખાતિબ પણ ઈઝરાયેલી હુમલામાં માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Breaking News: અલી લારીજાની બાદ ઈરાનના ગુપ્તચર મંત્રી ઈસ્માઈલ ખાતિબ પણ ઠાર, ઈઝરાયેલના રક્ષા મંત્રીએ કાત્ઝેએ કહ્યું- હજુ વધુ ચોંકાવીશું
| Updated on: Mar 18, 2026 | 6:26 PM
Share

ઈઝરાયેલ અને અમેરિકા સામે છેલ્લા 19 દિવસથી યુદ્ધ લડી રહેલું ઈરાન એક પછી એક પોતાના ટોચના નેતાઓને ગુમાવી રહ્યું છે. ઈરાનના સુરક્ષા ચીફ અલી લારીજાની બાદ હવે તેના ગુપ્તચર મંત્રી ઈસ્માઈલ ખાતિબ પણ ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે. એપી (AP) ના રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલના રક્ષા મંત્રી કાત્ઝે દાવો કર્યો છે કે, ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાની પછી હવે ગુપ્તચર મંત્રી ઈસ્માઈલ ખાતિબ પણ ઈઝરાયેલી હુમલામાં માર્યા ગયા છે. જો કે, આ અંગે ઈરાન તરફથી હજુ સુધી પ્રતિક્રિયા આવવાની બાકી છે.

ઈસ્માઈલ ખાતિબને ઠાર મારવાનો દાવો કર્યા બાદ ઈઝરાયેલના રક્ષા મંત્રી કાત્ઝે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નેતન્યાહુ અને મેં ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ને ગુપ્ત માહિતી અને ઓપરેશનલ વિન્ડો મળતાની સાથે જ કોઈપણ વધારાની પરવાનગી વગર કોઈપણ વરિષ્ઠ ઈરાની અધિકારીને ખતમ કરવાનો અધિકાર આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, આજે પણ તમામ મોરચે મહત્વપૂર્ણ અને ચોંકાવનારી ઘટનાઓ બનશે.”

ઈરાનને મોટો ફટકો પડ્યો

ઈસ્માઈલ ખાતિબના મોતના એક દિવસ પહેલા મંગળવારે ઈરાનના સુરક્ષા ચીફ અલી લારીજાનીની પણ ઈઝરાયેલ દ્વારા હત્યા કરવામાં આવી હતી. લારીજાનીના મોતની પુષ્ટિ ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે પણ કરી દીધી છે. હવે ઈરાનના ગુપ્તચર મંત્રી ખાતિબના મોતનો પણ ઈઝરાયેલે દાવો કર્યો છે, જે ઈરાન માટે ખૂબ જ મોટો ફટકો માનવામાં આવે છે. અલી લારીજાની ઈરાનની સુરક્ષા નીતિઓના મુખ્ય ચહેરો હતા અને તેઓ પશ્ચિમી દેશો સાથેની પરમાણુ મંત્રણામાં પણ જોડાયા હતા. ઈઝરાયેલે તેમને “શાસનના પ્રભાવી નેતા” ગણાવ્યા હતા. તેમની સાથે તેમના પુત્ર મોર્તેઝા લારીજાની અને ઓફિસ ચીફ અલીરેઝા બયાત પણ માર્યા ગયા હતા.

IDF ના તાજેતરના હુમલામાં માર્યા ગયેલા ઈસ્માઈલ ખાતિબ ઈરાનના ગુપ્તચર મંત્રાલય (MOIS) ના વડા હતા. ઈઝરાયેલી સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની સાથે મંત્રાલયના અન્ય ચાર વરિષ્ઠ અધિકારીઓ પણ ઠાર મરાયા છે. ઈઝરાયેલ અને અમેરિકા સામેના આ યુદ્ધમાં ઈરાન અત્યાર સુધીમાં પોતાના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેની સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓને ગુમાવી ચૂક્યું છે.

અત્યાર સુધી માર્યા ગયેલા મુખ્ય ઈરાની અધિકારીઓની યાદી આ મુજબ છે:

  • અયાતુલ્લા અલી ખામેની: ઈરાનના સુપ્રીમ લીડર. તેઓ 28 ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલામાં માર્યા ગયા હતા. આ દરમિયાન તેમના પરિવારના અનેક સભ્યોના પણ મોત થયા હતા.
  • અલી શામખાની: સુરક્ષા સલાહકાર અને ડિફેન્સ કાઉન્સિલના સચિવ.
  • મોહમ્મદ પાકપુર: ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના કમાન્ડર.
  • અઝીઝ નસીરઝાદેહ: રક્ષા મંત્રી.
  • અબ્દુલ રહીમ મુસાવી: સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ.
  • ગુલામરેઝા સોલેમાની: બસિજ ફોર્સ (પેરામિલિટ્રી) ના કમાન્ડર.
  • અલી લારીજાની: સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ.
  • ઈસ્માઈલ ખાતિબ: ગુપ્તચર મંત્રી.
  • અન્ય: IRGC ના અનેક જનરલો, ઈન્ટેલિજન્સ અધિકારીઓ અને પરમાણુ/મિસાઈલ કાર્યક્રમ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો.

એક રિપોર્ટ અનુસાર ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 40 વરિષ્ઠ ઈરાની અધિકારીઓ માર્યા ગયા છે. આ હુમલાઓ ઈરાનના સૈન્ય કમાન્ડ, મિસાઈલ અડ્ડાઓ અને તેના નેતૃત્વને નિશાન બનાવીને કરવામાં આવી રહ્યા છે. ઈરાન તરફથી પણ ઈઝરાયેલ અને અમેરિકી ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા ચાલુ છે પરંતુ ઈરાનના નેતૃત્વને ભારે નુકસાન થયું છે.

આ યુદ્ધ ઈરાન માટે અભૂતપૂર્વ સંકટ છે. ખામેનીના મોત બાદ લારીજાની અને ખાતિબ જેવા શીર્ષ નેતાઓનું માર્યા જવું એ ઈરાની શાસનની કરોડરજ્જુ તોડવા સમાન માનવામાં આવી રહ્યું છે. ઈઝરાયેલ તેને “એક્સિસ ઓફ એવિલ” વિરુદ્ધ મોટી જીત ગણાવી રહ્યું છે. આવા સમયે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ઈરાને હજુ સુધી ખાતિબના મોતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

Breaking News: ‘હોર્મુઝ’ પર કબજો કરવા આરપારની જંગ… અમેરિકાએ ઈરાની સરહદે બતાવી પોતાની ‘અસલી તાકાત’

Follow Us
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
g clip-path="url(#clip0_868_265)">