ગીર-સોમનાથ જિલ્લાના રહેણાક વિસ્તારોમાં સિંહના આંટાફેરા સામાન્ય બન્યા હોય તેમ અવાર-નવાર સિંહ નજરે પડતા હોય છે. આવી જ રીતે શિકારની શોધમાં વેરાવળ તાલુાકાના સીમાર ગામે સિંહ આવી ચડ્યા હતા.મોડી રાત્રે ગામમાંથી પસાર થતા સિંહ CCTVમાં કેદ થયા હતા. મહારાણા પ્રતાપ ચોક નજીક ધામા નાખી બેઠેલા સિંહ CCTVમાં કેદ થયા હતા. તો બીજી તરફ ગામમાં સિંહની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનો પાલતુ પ્રાણીની સુરક્ષા અંગે ચિંતિત છે...ગામમાં ત્રણ દિવસમાં ત્રણ જેટલા પશુના મારણ થયા છે.