AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એમએસ ધોની કે રોહિત શર્મા નહીં, આ કેપ્ટનનો IPLમાં છે શ્રેષ્ઠ રેકોર્ડ

જ્યારે IPLના સૌથી સફળ કેપ્ટનોની વાત આવે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ એમએસ ધોની અને રોહિત શર્માના નામ સૌથી પહેલા આવે છે. બંનેએ પાંચ-પાંચ વખત ટ્રોફી જીતી છે. જોકે, એક IPL કેપ્ટન એવો છે જેનો રેકોર્ડ ધોની અને રોહિત કરતા પણ સારો છે.

Breaking News : એમએસ ધોની કે રોહિત શર્મા નહીં, આ કેપ્ટનનો IPLમાં છે શ્રેષ્ઠ રેકોર્ડ
Shreyas, Dhoni & RohitImage Credit source: PTI/X
| Updated on: Apr 02, 2026 | 5:27 PM
Share

IPL 2026 સિઝન 28 માર્ચથી શરૂ થવાની છે, અને ફરી એકવાર 31 મેના રોજ ટ્રોફી કોણ ઉપાડશે તેના માટે દસ કેપ્ટન સ્પર્ધા કરશે. તેમાં IPLનો સૌથી સફળ કેપ્ટન પણ સામેલ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના આ બે દિગ્ગજ કેપ્ટનો ધોની અને રોહિતે સૌથી વધુ, પાંચ-પાંચ વખત ટ્રોફી જીતી છે, પરંતુ જ્યારે જીતની ટકાવારીની વાત આવે છે, ત્યારે આ બંને એક કેપ્ટનથી પાછળ રહી જાય છે.

IPLમાં કેપ્ટન તરીકે જીતનો શ્રેષ્ઠ રેકોર્ડ

જીતની ટકાવારી મામલે ધોની અને રોહિતથી આગળ છે પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર. કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે IPL ટાઈટલ જીતનાર અય્યરે ત્રણ ટીમોનું નેતૃત્વ કર્યું છે અને ત્રણેયને ફાઈનલમાં પહોંચાડી છે. તેણે ત્રણેય ટીમ સાથે મેદાન પર ઘણી મેચો જીતી છે, જેના કારણે તેની જીતની ટકાવારી ધોની અને રોહિત જેવા અનુભવી ખેલાડીઓ કરતા પણ વધુ છે.

કેપ્ટન શ્રેયસ અય્યરનો રેકોર્ડ

આંકડા દર્શાવે છે કે IPLમાં ઓછામાં ઓછી 50 મેચોમાં કેપ્ટનશીપ કરનારાઓમાં શ્રેયસ અય્યરે 58.82 ટકા જીત મેળવી છે. અય્યરે અત્યાર સુધીમાં 87 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી 50 મેચમાં જીત મેળવી છે. ટીમ 35 મેચ હારી છે અને બે મેચ ડ્રો રહી છે.

ધોની-રોહિત કરતા આગળ

સચિન તેંડુલકર આ યાદીમાં બીજા ક્રમે છે, અય્યરની જેમ સચિનની પણ જીતની ટકાવારી 58.82 છે, પરંતુ તેણે ફક્ત 51 મેચમાં કેપ્ટનશીપ કરી છે. ધોની 58.36 ટકા સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે, રોહિત 56.32 ટકા સાથે પાંચમા ક્રમે અને શેન વોર્ન 56.36 ટકા સાથે ચોથા ક્રમે છે.

અય્યરની નજર બીજા ટાઈટલ પર

હવે, આ સિઝનમાં અય્યર ટાઈટલ જીતવાનું લક્ષ્ય રાખશે. ટીમનો પહેલો મુકાબલો 31 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે છે. ગયા સિઝનમાં, પહેલીવાર પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરતા અય્યરે ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી પરંતુ ટાઈટલથી ચૂકી ગયો હતો.

ત્રણ ટીમોને પહોંચાડી ફાઈનલમાં

આ સતત ત્રીજી ટીમ હતી જેને તેણે ફાઈનલમાં પહોંચાડી હતી. અગાઉ, તેણે દિલ્હી કેપિટલ્સને IPL 2020માં પહોંચાડ્યું હતું. ત્યારબાદ IPL 2024 માં કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવ્યું હતું અને IPL 2025 માં પંજાબને ફાઈનલમાં પહોંચાડ્યું હતું. આ વખતે, તે પંજાબના ટાઈટલના દુષ્કાળને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.

Breaking News: રોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે જ રમશે? મુંબઈ ઈન્ડિયન્સ કોચનું હીટમેનની ભૂમિકાને લઈ મોટું નિવેદન

Follow Us
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત
AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત
g clip-path="url(#clip0_868_265)">