AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ચીની રાષ્ટ્રપતિનું અપમાન કે મોટી ભૂલ ? નેપાળમાં શી જિનપિંગના સેંકડો દસ્તાવેજો સળગાવાયા, ચીને વ્યક્ત કર્યો ભારે રોષ

નેપાળ અને ચીન વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોમાં હાલમાં એક નવી ઘટનાને કારણે તણાવ જોવા મળી રહ્યો છે. નેપાળની એક કોલેજમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પુસ્તકો અને કેટલાક મહત્વના દસ્તાવેજો સળગાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ચીને આ બાબતે સખત નારાજગી વ્યક્ત કરી છે.

Breaking News: ચીની રાષ્ટ્રપતિનું અપમાન કે મોટી ભૂલ ? નેપાળમાં શી જિનપિંગના સેંકડો દસ્તાવેજો સળગાવાયા, ચીને વ્યક્ત કર્યો ભારે રોષ
| Updated on: Mar 18, 2026 | 8:27 PM
Share

નેપાળમાં શી જિનપિંગના પુસ્તકોને કચરાની જેમ સળગાવવાની ઘટનાએ નેપાળ-ચીન સંબંધોમાં નવો વિવાદ ઊભો કર્યો છે. આ ઘટના નેપાળના મોરંગ જિલ્લાના બુઢીગંગા સ્થિત મનમોહન ટેકનિકલ કોલેજમાં શનિવાર રાત્રે બની હતી, જ્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના જૂના પુસ્તકો અને દસ્તાવેજોને આગ ચાંપવામાં આવી હતી. આમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું પ્રસિદ્ધ પુસ્તક “The Governance of China” ની સેંકડો નકલો પણ હતી. આ બાબતે ચીને સખત વાંધો વ્યક્ત કર્યો છે.

ચીને વ્યક્ત કરી ચિંતા

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પુસ્તકોને અગ્નિને હવાલે કરતા બતાવવામાં આવ્યા છે. વીડિયો ફેલાતાની સાથે જ કાઠમંડુ સ્થિત ચીની દૂતાવાસે તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. ચીની દૂતાવાસે નેપાળના વિદેશ મંત્રાલયને ‘નોટ વર્બલ’ (રાજદ્વારી પત્ર) મોકલીને આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને દોષિતો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. ચીને આ ઘટનાને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને અસર કરનારી સંવેદનશીલ ઘટના ગણાવી છે.

નેપાળ સરકાર એક્શનમાં આવી

ચીની દૂતાવાસની માંગ પર નેપાળ સરકારે તાત્કાલિક સક્રિયતા દાખવી છે. વિદેશ મંત્રાલયે ગૃહ મંત્રાલયને પત્ર મોકલ્યો, ત્યારબાદ ગૃહ મંત્રાલયે નેપાળ પોલીસ અને મોરંગ જિલ્લાના સ્થાનિક વહીવટીતંત્રને ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. પોલીસે કોલેજ પ્રશાસન પાસે લેખિત સ્પષ્ટતા માંગી છે અને કેમ્પસમાં સુરક્ષા વધારી દીધી છે.

કોલેજ પ્રશાસન અને સ્થાનિક નેતાઓનું કહેવું છે કે, આ કૃત્ય જાણી જોઈને કરવામાં આવ્યું નથી. તેઓ દાવો કરે છે કે, લાઇબ્રેરીમાં જગ્યા બનાવવા માટે જૂના, ક્ષતિગ્રસ્ત પુસ્તકો, કાગળો અને કચરો સાફ કરવામાં આવી રહ્યો હતો, જેમાં અજાણતામાં કેટલાક પુસ્તકો આગમાં બળી ગયા હતા. તેમણે આને “રૂટિન ક્લિનિંગ” ગણાવ્યું છે અને જાણી જોઈને સળગાવવાનો ઇનકાર કર્યો છે.

નેપાળ સરકાર પર વધ્યું દબાણ

વીડિયો વાયરલ થયા બાદ નેપાળ સરકાર પર દબાણ વધી ગયું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેપાળ પ્રશાસને મીડિયાને વીડિયો હટાવવા માટે પણ કહ્યું છે. આ ઘટના નેપાળ-ચીન સંબંધોની નાજુકતાને ઉજાગર કરે છે. નેપાળ ચીનનો મહત્વનો પાડોશી દેશ છે અને બંને દેશો ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ (BRI) સહિત અનેક પ્રોજેક્ટ્સ પર સહયોગ કરી રહ્યા છે. આ ઘટના નેપાળમાં વધતી ચીન-વિરોધી ભાવનાઓ અથવા લાઇબ્રેરી મેનેજમેન્ટની બેદરકારીનો સંકેત માનવામાં આવી રહી છે. ચીને આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે.

Breaking News: ‘હોર્મુઝ’ પર કબજો કરવા આરપારની જંગ… અમેરિકાએ ઈરાની સરહદે બતાવી પોતાની ‘અસલી તાકાત’

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">