AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઉત્તરપ્રદેશમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું

Breaking News : ઉત્તરપ્રદેશમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2026 | 1:11 PM
Share

ગુજરાત ATSએ આંબેડકરમાં એક પોલ્ટ્રી ફાર્મ પર દરોડો પાડ્યો હતો. અમદાવાદમાં નોંધાયેલા NDPS કેસમાં વોન્ટેડ બે આંતરરાજ્ય ડ્રગ તસ્કરોની ધરપકડ કરી હતી. આજે 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ અને રો મટીરીયલ જપ્ત કર્યું છે.

ઉત્તરપ્રદેશમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી સામે આવી છે. યુપીના આંબેડકર નગર જિલ્લામાં કાર્યવાહી કરતા 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ અને રો મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે ATSએ બે લોકોની ધરપકડ કરી છે. થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશ ATSએ મુરાદાબાદમાં શંકાસ્પદ આતંકવાદી હરીશ અલીની ધરપકડ કરી છે. તેના પર ISISના ઓનલાઈન મોડ્યુલ સાથે જોડાણ હોવાનો આરોપ છે.

આ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ કોને આપવામાં આવતું હતુ. તેમજ રો મટીરિયલ ક્યાંથી લાવવામાં આવતું હતું તેની તપાસ શરુ કરવામાં આવી છે. ગુજરાતનું કોઈ કનેક્શન આ મેફેડ્રોન ડ્રગ્સ સાથે છે કે, નહી તેની પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે.

હારીસ અલી BDSનો બીજા વર્ષનો વિદ્યાર્થી છે. ATS અનુસાર, તે ISISના હેન્ડલર્સ અને અન્ય મુજાહિદ્દીનસાથે સંપર્કમાં હતો.પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી ISIS શાસિત રાજ્ય સ્થાપિત કરવાનો પ્રયાસ કરતો હતો. પહેલા ગુજરાત ATS દ્વારા નશીલી દવાઓના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. એર કાર્ગો દ્વારા નશીલી દવા મોકલવાના આ નેટવર્કમાં જોડાયેલ સુરતના નિકુંજ ગઢિયાની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

 

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું.  અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">