Breaking News : ચેતજો નહીં તો પસ્તાશો! ખાવા જશો ને બીમારી લઈ આવશો, અમદાવાદના કેફેમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદ શહેરની વધુ એક નામાંકિત કેફે "કોમો બાય કાફા"માં ગંભીર બેદરકારી સામે આવી છે. ગ્રાહકને ગાર્લિક બ્રેડમાં માંખીને પણ ફ્રાય કરી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ કોમો બાય કાફાની કેટલાક ક્રિકેટરો પણ મુલાકાત લઈ ચૂક્યા છે.
અમદાવાદની સિંધુ ભવન રોડ પર આવેલ કોમો બાય કાફાના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે.આ મોંઘીદાટ komobykaffaમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહકે ગાર્લિક બ્રેડનો ઓર્ડર કર્યો હતો. જેમાંથી મરેલી માખી નીકળી છે. ગાર્લિક બ્રેડમાં માંખીને પણ ફ્રાય કરી દેવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આટલી મોંઘીદાટ કાફેમાં પણ ગ્રાહકોની સ્વાસ્થની કાળજી રાખવામાં આવતી ન હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું છે. ગ્રાહકે મંગાવી ગાર્લિક બ્રેડ પરંતુ જ્યારે ઓર્ડર આવ્યો તો માખી ફ્રાય ગાર્લિક આવી. કહી શકાય કે, કાફેના નામ બડ્ડા ઔર દર્શન જેવી સ્થિતિ જોવા મળી હતી. નામ મોટું છે પરંતુ ગુણવતા ખુબ નબળી છે.
કોમો બાય કાફાની ક્રિકેટરો મુલાકાત લઈ ચૂક્યા
કોમો બાય કાફા જ્યાં અનેક સેલિબ્રિટી જતા હોય છે, આટલું જ નહી. અમદાવાદમાં ટી20 વર્લ્ડકપની મેચ દરમિયાન કેટલાક ભારતીય ક્રિકેટરોએ પણ આ કોમો બાય કાફાની મુલાકાત લીધી હતી. અભિષેક શર્મા, અર્શદીપ સિંહ સહિત ઈશાન કિશને પણ કોમો બાય કાફેની મુલાકાત લીધી હતી.
View this post on Instagram
komobykaffa જે ખૂબ જ ખર્ચાળ પણ છે તેમ છતાં ગંભીર બેદરકારી સામે આવતા ગ્રાહક દ્વારા ફરિયાદ કરાતા ગ્રાહકને બિલ આપવામાં આવ્યું ન હતુ. કોર્પોરેશન દ્વારા નામાંકિત રેસ્ટોરન્ટ નું ચેકિંગ ન થતું હોવાનો પણ આક્ષેપકરવામાં આવી રહ્યો છે.
અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદને ‘માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું. અહી ક્લિક કરો
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
