આ 3 પ્રકારની સમસ્યા ધરાવતા લોકો માટે તે ‘અમૃત’ નહીં પણ ‘ઝેર’ સમાન સાબિત થઈ શકે! બીટનો જ્યુસ
બીટનો જ્યુસ પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં દરેક વ્યક્તિ માટે ફાયદાકારક નથી હોતો. જો તમે આ સમસ્યાથી પીડાતા હોવ, તો બીટનો જ્યુસ તમારી મુશ્કેલી વધારી શકે છે. જાણો નિષ્ણાતો કેમ આપી રહ્યા છે આ ચેતવણી...

બીટ પોષક તત્વોથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. તેમાં રહેલા ફોલેટ, પોટેશિયમ અને વિટામિન-સી શરીરને અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે બીટનો રસ દરેક વ્યક્તિને માફક આવતો નથી. કેટલાક લોકો માટે આ પૌષ્ટિક જ્યુસ પણ સ્વાસ્થ્ય બગાડવાનું કારણ બની શકે છે. તો જાણી લો, કયા કિસ્સામાં બીટનો રસ ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

કિડની સ્ટોનના દર્દીઓ: જે લોકો કિડની સ્ટોન (પથરી) ની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, તેમણે બીટનો જ્યુસ પીવાનું ટાળવું જોઈએ. હકીકતમાં, બીટમાં 'ઓક્સલેટ' નામનું તત્વ મોટી માત્રામાં હોય છે, જે પથરીની સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.

લો બ્લડ પ્રેશર: જો તમારું બ્લડ પ્રેશર સામાન્ય રીતે ઓછું રહેતું હોય, તો બીટનો જ્યુસ ન પીવો જોઈએ. બીટ કુદરતી રીતે બીપી ઘટાડવામાં મદદરૂપ છે, જે હાઈ બીપીના દર્દીઓ માટે સારું છે, પરંતુ લો બીપી ધરાવતા લોકો માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

નબળી પાચન શક્તિ: જે લોકોની પાચન શક્તિ નબળી હોય અથવા પેટમાં વારંવાર ગરબડ થતી હોય, તેમણે બીટના જ્યુસથી દૂર રહેવું જોઈએ. તેના સેવનથી પેટમાં ગેસ અથવા બ્લોટિંગ (પેટ ફૂલવું) જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જે લોકોને એલર્જીની તકલીફ રહેતી હોય, તેમના માટે બીટનો રસ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ જ્યુસ પીવાથી શરીર પર ખંજવાળ આવવી, ચામડી લાલ થઈ જવી કે બળતરા થવી તેમજ ઉબકા કે ઉલટી જેવી આડઅસરો જોવા મળી શકે છે.
Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
યુદ્ધની આગ ગુજરાત સુધી ! માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં હીરા, કૃષિ અને રોજગાર પર મોટો ઝટકો
