SURAT : ગુજરાતમાં ઑમિક્રોનનો ખતરો દિવસે-દિવસે વધી રહ્યો છે.સુરતમાં ઑમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો છે.દુબઈથી આવેલી મહિલાનો 39 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.મહિલા સુરતના VIP રોડ પર રહે છે અને ફેશન ડિઝાઈનિંગનું કામ કરે છે.મહિલાએ વેક્સીનના બન્ને ડોઝ લીધા હતા.તેના ઘરના તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે 18 ડિસેમ્બરે રાજ્યમાં ઓમિક્રોનના 3 નવા કેસ આવ્યાં હતા.છે.બ્રિટન થી આવેલ બે પુરૂષો અને યુએઈથી આવેલા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.રાજ્યમાં ગઈકાલે નોંધાયેલા 3 નવા કેસ ગાંધીનગર કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા અને આણંદ શહેરી વિસ્તારની હદમાં નોંધાયા હતા.
ગુજરાતમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા હવે 11 પર પહોંચી ગઈ છે. જિલ્લાવાર દર્દીઓમાં જામનગરના ત્રણ, સુરતમાં ત્રણ અને વડોદરામાં બે અને ગાંધીનગર, મહેસાણા અને આણંદમાં એક-એકનો સમાવેશ થાય છે. જામનગરમાં ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસોની સંખ્યામાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થઈ ગયો છે.
આ પણ વાંચો : AHMEDABAD : CM ભૂપેન્દ્ર પટેલે NHRCLના ઉચ્ચ અધિકારીઓ સાથેનીમાં અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની સમીક્ષા કરી