ગુજરાતી વિડીયો : જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું,53 કરોડનો નવો કરબોજ સૂચવ્યો

|

Jan 31, 2023 | 11:37 PM

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રૂપિયા 1074.40 કરોડનું બજેટ રજૂ કર્યું. જેમાં 53 કરોડનો નવો કરબોજ સૂચવ્યો છે. જેમા લઘુ ઉદ્યોગોને 5 ટકા રિબેટ આપવા દરખાસ્ત કરાઈ છે.

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રૂપિયા 1074.40 કરોડનું બજેટ રજૂ કર્યું. જેમાં 53 કરોડનો નવો કરબોજ સૂચવ્યો છે. જેમા લઘુ ઉદ્યોગોને 5 ટકા રિબેટ આપવા દરખાસ્ત કરાઈ છે. જ્યારે દિવ્યાંગ વાહન ધારકોને 100 ટકા વાહન કરમાંથી મુક્તિ, મનપા શાળાઓનું નવીનિકરણ અને સ્માર્ટ ક્લાસનું આયોજન કરાશે. આ ઉપરાંત નવી લાઈબ્રેરી, વરિષ્ઠ નાગરિકોને બે વખત મેડિકલ ચેકઅપ મળશે. આ ડ્રાફ્ટ બજેટમાં નળ સે જળ યોજના માટે 5 કરોડનો અંદાજ છે.

જેમાં  ફાયર સ્ટેશન, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતના આંતરમાળખાકીય કામનું આયોજન કરાયું છે. આ બજેટમાં ફ્લાયઓવર કે ઓવરબ્રિજ જેવા કોઈ મોટા કામનો સમાવેશ કરાયો નથી.

આ પણ વાંચો : Surat: બેંગ્લોરમાંથી ચોરી કરીને આવેલા આરોપીને પોલીસે ઝડપ્યો, 40 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Next Video