ગુજરાતની 5 વિધાનસભા બેઠક પર કોંગ્રેસ એકલા હાથે પેટાચૂંટણી લડશે : શક્તિસિંહ ગોહીલ

|

Mar 22, 2024 | 11:10 PM

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મહાગઠબંધન હેઠળ લડી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણી માટે તો બેઠકની ફાળવણી થઈ ગઈ છે. પરંતુ વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે બન્ને પક્ષ વચ્ચે બેઠકની ફોર્મ્યૂલા સામે આવી નથી. તેવા સમયે શક્તિસિંહનું નિવેદન સૂચક મનાઇ રહ્યું છે.

લોકસભાની વાતો વચ્ચે વિધાનસભાની પેટાચૂંટણીની પણ હલચલ ચાલી રહી છે. ત્યારે ગુજરાતની 5 વિધાનસભા બેઠક પર કોંગ્રેસ એકલાહાથે પેટાચૂંટણી લડશે. આ નિવેદન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે આપ્યું છે. ગોહીલનો દાવો છે કે જે બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી થવાની છે તે બેઠકો કોંગ્રેસે જીતેલી બેઠકો છે.

આમ આદમી પાર્ટીએ જીતી હોય તેવી કોઈ બેઠક પર હાલ પેટાચૂંટણી થવાની નથી. એટલે પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર કોંગ્રેસ લડશે તેમાં કોઈ વિવાદ નથી. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મહાગઠબંધન હેઠળ લડી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણી માટે તો બેઠકની ફાળવણી થઈ ગઈ છે. પરંતુ વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે બન્ને પક્ષ વચ્ચે બેઠકની ફોર્મ્યૂલા સામે આવી નથી. તેવા સમયે શક્તિસિંહનું નિવેદન સૂચક મનાઇ રહ્યું છે.

Next Video