Kutch News : ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત ! જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા, જુઓ Video

|

Sep 21, 2024 | 1:36 PM

રાજ્યમાં નશાકારક પદાર્થે પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થો મળતા હોય છે. ત્યારે કચ્છના જખૌ નજીક ફરી એક વાર ડ્રગ્સના પેકેટ મળ્યા છે. જખૌ નજીક બિનવારસી હાલતમાં ફરી એક વાર ડ્રગ્સના 10 પેકેટ મળ્યા હતા.

રાજ્યમાં નશાકારક પદાર્થે પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થો મળતા હોય છે. ત્યારે કચ્છના જખૌ નજીક ફરી એક વાર ડ્રગ્સના પેકેટ મળ્યા છે. જખૌ નજીક બિનવારસી હાલતમાં ફરી એક વાર ડ્રગ્સના 10 પેકેટ મળ્યા હતા. BSFએ શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 3 મહિનામાં ડ્રગ્સના કૂલ 272 પેકેટ જપ્ત કર્યા છે. પરંતુ અહિં સવાલએ છે કે અવારનવાર અહીં ડ્રગ્સના પેકેટ કેમ મળે છે ? આ ડ્રગ્સના પેકેટ કોણ મગાવે છે ? સહિતના અનેક પ્રશ્નો ઉભા થાય છે.

વડોદરાની એક કંપનીમાં દિલ્હીની નાર્કોટિક્સે હાથ ધરી તપાસ

બીજી તરફ વડોદરાના ટાવર ઘી કાંટા રોડ પરની ફાર્મા કંપનીની ઓફિસમાં દિલ્હીની નાર્કોટિક્સએ સર્ચ હાથ ધર્યું છે. વડોદરાના કારેલીબાગ પોલીસને સાથે રાખીને સર્ચ હાથ ધરવામાં આવ્યુ છે. દિલ્હીથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યુ છે. ખ્લોરોફિલ્સ બાયોટેકની ગેરકાયદે દવા પકડાઈ હતી. MPમાં આવેલી ખ્લોરોફિલ્સ બાયોટેકની ફેકટકીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી 850 બોટલ મયકોડેન સીરપ અને 15 હજાર 300 ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો સીઝ કરાયો છે.

Next Video