Tech News: રશિયન સરકારે Instagram-Facebook પર લગાવ્યો પ્રતિબંધ, VPNની 668 ટકા માગ વધી
ઈન્સ્ટાગ્રામ પહેલા રશિયામાં ફેસબુક પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપરાંત, ટિકટોક પર પણ રશિયામાં આંશિક રીતે પ્રતિબંધ છે, જોકે રશિયામાં યુટ્યુબ (YouTube)અને ટેલિગ્રામ (Telegram) જેવી એપ્સનો ઉપયોગ હજુ પણ થઈ રહ્યો છે.
રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન સરકારે મેટાની માલિકીની ઈન્સ્ટાગ્રામ (Instagram) એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. ઈન્સ્ટાગ્રામ પહેલા ફેસબુક પર રશિયામાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપરાંત, ટિકટોક પર પણ રશિયામાં આંશિક રીતે પ્રતિબંધ છે, એટલે કે, ટિકટોકના વપરાશકર્તાઓ પહેલાથી અપલોડ કરેલા વીડિયો જોઈ શકે છે, પરંતુ નવા વીડિયો અપલોડ કરી શકતા નથી, જોકે રશિયામાં યુટ્યુબ (YouTube) અને ટેલિગ્રામ (Telegram)જેવી એપ્સનો ઉપયોગ હજુ પણ થઈ રહ્યો છે.
પ્રતિબંધ વચ્ચે VPN એક મોટું હથિયાર બની ગયું
વિશ્વની તમામ સરકારોની જેમ રશિયાએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ જે રીતે વિશ્વના અન્ય દેશોના લોકો પ્રતિબંધ વચ્ચે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, તે જ રીતે રશિયાના લોકો પણ છે. કોઈપણ સાઈટ પર પ્રતિબંધ પછી વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN)ની માંગ વધી જાય છે અને રશિયામાં પણ આવું જ થયું છે. આપને જણાવી દઈએ કે VPNનો ઉપયોગ ચીન અને ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મોટા પાયે થાય છે. પ્રતિબંધ પછી, રશિયામાં VPNની માંગ 668% વધી છે.
રશિયાએ સોશિયલ મીડિયા પર શા માટે પ્રતિબંધ મૂક્યો?
યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ મેટાએ જણાવ્યું હતું કે તે રશિયન વપરાશકર્તાઓ માટે તેની હેટ સ્પીડની પોલિસીમાં ફેરફાર કરી રહ્યું છે. આ ફેરફાર બાદ રશિયન યુઝર્સ ફેસબુક પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ હિંસક અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરી શકે છે.
પોલિસીમાં આ ફેરફાર બાદ રશિયન સરકારે મેટાની એપ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંને પર પ્રતિબંધ લગાવી દીધો છે. રશિયાની સ્વતંત્ર સમાચાર એજન્સી ઈન્ટરફેક્સે અહેવાલ આપ્યો છે કે રશિયન પ્રોસીક્યુટર જનરલની ઓફિસે રશિયન કોર્ટને મેટાને ઉગ્રવાદી સંગઠન તરીકે વર્ગીકૃત કરવા કહ્યું છે.
લોકપ્રિય કંપનીઓ કે જેમણે રશિયામાં તેમની સેવાઓ બંધ કરી
- Meta: મેટાના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ રશિયન રાજ્ય મીડિયા દ્વારા કરી શકાતો નથી. આ સિવાય રશિયામાં આ તમામ પ્લેટફોર્મ પર મોનેટાઈઝેશન પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
- You Tube: ગૂગલે રશિયન રાજ્ય મીડિયાની યુટ્યુબ ચેનલમાંથી જાહેરાતો દૂર કરી છે.
- TikTok: યુરોપમાં Tiktok એ RT અને Sputnik સાથે સંબંધિત સ્ટેટ મીડિયાના એકાઉન્ટ્સની ઍક્સેસ બંધ કરી દીધી છે. આ સિવાય ટિકટોકના યુઝર્સ નવા વીડિયો અપલોડ કરી શકતા નથી.
- Twitter: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ટ્વિટરે જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો છે.
- TSMC: તાઈવાનના TSMCએ રશિયામાં ડિઝાઈન કરાયેલ એલબ્રસ-બ્રાન્ડેડ ચિપ્સ સહિત રશિયન બજારમાં તમામ ચિપસેટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
- Netflix: સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflixએ તેના પ્લેટફોર્મ પર રશિયન સરકારી ટેલિવિઝન ચેનલો, જેમ કે ચેનલ વન, પર પ્રતિબંધ મૂક્યો છે, જોકે કંપનીએ રશિયા સાથેનો તેનો વ્યવસાય સમાપ્ત કર્યો નથી.
- Intel: મુખ્ય ચિપસેટ નિર્માતા ઈન્ટેલે રશિયામાં તેની ચિપ્સનું વેચાણ બંધ કરી દીધું છે.
- આ સિવાય AMD, Dell, Uber, Bolt, Snapchat, Viber, Roku, Microsoft, Nokia અને Appleએ પણ રશિયામાં તેમની સેવાઓ બંધ કરી દીધી છે.
આ પણ વાંચો: Tech Tips: Instagram પર માત્ર ફોટો જ ન જુઓ પૈસા પણ કમાઓ, આ સરળ રીતે