હવે રશિયન લોકો ભારત ફરવા આવશે

05 ડિસેમ્બર, 2025

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી.

મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ કહ્યું, "મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિન, બંને દેશોના પ્રતિનિધિઓ, મને 23મા ભારત-રશિયા દ્વિપક્ષીય શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરતાં આનંદ થાય છે."

પ્રધાનમંત્રીએ કહ્યું, "બંને પક્ષો યુરેશિયન આર્થિક સંઘ સાથે FTA ના વહેલા નિષ્કર્ષ માટે પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા આઠ દાયકામાં, વિશ્વએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

માનવતાએ અનેક પડકારો અને કટોકટીઓનો સામનો કર્યો છે. આ બધા દરમિયાન, ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા એક માર્ગદર્શક તારાની જેમ મજબૂત રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, "મને આનંદ છે કે અમે ટૂંક સમયમાં રશિયન નાગરિકો માટે મફત 30-દિવસના ઈ-ટૂરિસ્ટ વિઝા અને 30-દિવસના ગ્રુપ ટુરિસ્ટ વિઝા શરૂ કરીશું.

PM મોદી એ કહ્યું કે, મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં, આપણી મિત્રતા આપણને વૈશ્વિક પડકારોનો સામનો કરવાની શક્તિ આપશે. આ વિશ્વાસ આપણા સહિયારા ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવશે."