ગુજરાતના દિનેશ નાયરની FIFAના MA REFEREEING COURSE માટે પસંદગી થઈ, અનેક મેડલો પણ જીતી ચૂક્યા છે

|

Jul 18, 2022 | 11:48 AM

અમદાવાદના દિનેશ નાયરની FIFAના MA REFEREEING COURSE તરીકે પસંદગી થઈ છે. જે ગુજરાત માટે એક ગૌરવની ક્ષણ માનવામાં આવે છે.

ગુજરાતના દિનેશ નાયરની FIFAના MA REFEREEING COURSE માટે પસંદગી થઈ, અનેક મેડલો પણ જીતી ચૂક્યા છે
Image Credit source: Tv 9 gujarati

Follow us on

Dinesh Nair :AIFF દ્વારા આયોજિત FIFA MA કોર્સમાં પસંદ થનાર દિનેશ એમ નાયર ગુજરાતમાંથી પ્રથમ વ્યક્તિ છે. જેની FIFA ના MA REFEREEING COURSE  પસંદગી થઈ છે , આ કાર્યક્રમનું આયોજન ફિફા,એમએ રેફરીંગ કોર્સ માટે પ્રશિક્ષક તરીકે 25-29 જુલાઇ સુધી કોચી, કેરળમાં કરવામાં આવ્યું છે, તો ચાલો દિનેશ નાયરની રેફરી તરીકેની કારકિર્દી વિશે વાત કરીએ. દિનેશ એમ નાયર વર્ષ 1988 અને 1991માં અંડર 19 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ (Under 19 National Championship)માં ગુજરાત માટે પ્રતિનિધિત્વ કર્યું હતું,

નાયરનું ખેલાડી અને રેફરી તરીકેનું પ્રદર્શન

વર્ષ 1992,93 અને 94માં ગુજરાત યુનિવર્સિટી તરફથી રમ્યા હતા, 1990 થી ગુજરાતમાં રેફરી (Referee)કરવાનું શરૂ કર્યું, વર્ષ 1998માં “નેશનલ રેફરી” બન્યા, પછી વર્ષ 2004 માં “ઇન્ટરનેશનલ રેફરી” (FIFA REFEREE) બન્યા, 2014 સુધી એશિયન ફૂટબોલ કોન્ફેડરેશનના એલિટ ઇન્ટરનેશનલ રેફરીની પેનલમાં હતા, ત્યાંથી નિવૃત્ત થયા. વર્ષ 2014માં રેફરીંગના કાર્યકાળ દરમિયાન સંતોષ ટ્રોફી, ફેડરેશન કપ, ડ્યુરાન્ડ કપ, નેશનલ લીગ, આઈ લીગ વગેરે જેવી ભારતની તમામ મોટી ટુર્નામેન્ટનું સંચાલન કર્યું હતુ. ભારત સહિત ગુજરાતનું પણ નામ રોશન કર્યું હતુ,

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ: વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ રાઉન્ડ (World Cup Qualifying rounds), એશિયન ગેમ્સ, એશિયન કપ, એશિયન ચેમ્પિયન્સ લીગ, સાઉથ એશિયન ગેમ્સ, આર્જેન્ટિના અને વેનેન્ઝુએલા વચ્ચે ફિફા ફ્રેન્ડલી.

Referee Assessor:

વર્ષ 2018માં રેફરી એસેસર બન્યા હતા, જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ,ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, મિઝોરમ વગેરે માટે રેફરી એસેસર તરીકે પણ નાયરની  નિમણૂક થઈ હતી.

 

Match Commissioner

વર્ષ 2016માં મેચ કમિશનર બન્યા, I League, ઈન્ડિયન સુપર લીગ, હીરો ઈન્ટરકોંટીનેંટલ કપ, હીરો સુપર કપ, સંતોષ ટ્રોફી, અનેક રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં કાર્ય કર્યું છે.મલેશિયામાં એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન મેચ કમિશનર સેમિનારમાં હાજરી આપી હતી.

 

દિનેશ એમ નાયર હાલમાં આવકવેરા વિભાગ અમદાવાદમાં નિરીક્ષક તરીકે કાર્યરત છે

Published On - 11:05 am, Mon, 18 July 22

Next Article