WTC Final 2023: વિરાટ કોહલી ખૂબ કરી રહ્યો છે પરિશ્રમ, કાંગારુ ખેલાડી બોલ્યો-આનાથી શિખવુ જોઈએ
India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી લંડનના ઓવલમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. વિરાટ કોહલી સહિતના ભારતીય ખેલાડીઓ રેડ બોલથી પ્રેક્ટિશ શરુ કરી ચુક્યા છે.
IPL 2023 સમાપ્ત થયા બાદ હવે સૌની નજર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર છે. ભારતીય ટીમ સતત બીજી વાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચ્યુ છે. અગાઉ ન્યુઝીલેન્ડ ચેમ્પિયન બન્યુ હતુ, આ વખતે ભારતીય ટીમના ઈરાદાઓ મજબૂત છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનીને પરત ફરવાનો ઈરાદો રાખી રહી છે. આ માટે વિરાટ કોહલી, રોહિત શર્માથી લઈ તમામ ખેલાડીઓ ફાઈનલ પહેલા પ્રેક્ટિશ પાછળ ખૂબ પરસેવો વહાવી રહ્યા છે. વિરાટ કોહલી ખૂબ જ મહનેત નેટમાં કરી રહ્યો છે અને જેને જોઈને હવે ઓસ્ટ્રેલિયા પણ ચિતામાં સરી પડ્યુ છે. આઈપીએલ દરમિયાન પણ વિરાટ કોહલીએ જબરદસ્ત બેટિંગ કરી હતી.
RCB માટે વિરાટ કોહલીએ ધમાકે દાર રમત બતાવી હતી. તેણે 2 સદી અને 6 અડધી સદી 14 મેચ દરમિયાન નોંધાવી હતી. કોહલીએ 639 રન નોંધાવ્યા હતા. આ ફોર્મ વિરાટ કોહલી જાળવી રાખશે અને તે રેડ બોલ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાને પરેશાન કરી શકે છે. વિરાટ કોહલીની ફોર્મને લઈ ખૂબ જ આશા ભારતીય ક્રિકેટ ચાહકોને છે. આ દરમિયાન કાંગારુ ખેલાડી કોહલીની પ્રેક્ટિશ જોઈને બોલી ઉઠ્યો હતો કે, આનાથી શિખવાની જરુર છે.
આ પણ વાંચોઃ MS Dhoni in Hospital: ધોનીને લઈ મોટા સમાચાર, મુંબઈમાં ઘૂંટણને લઈ હોસ્પિટલમાં કરાવી તપાસ
કોહલીને જોઈ બોલ્યો-આનાથી શિખો!
ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલી ફાઈનલ પહેલા ખૂબ જ પરેસેવો વહાવી રહ્યો છે. તે ખૂબ પરિશ્રમ નેટ્સમાં કરી રહ્યો છે. આ શ્રેષ્ઠ બેટરની મહેનતને જોશ હેઝલવુડે જોઈ હતી. હેઝલવુડે વિરાટ કોહલીને લઈ મોટુ નિવેદન આપતા કહ્યુ હતુ કે, “વિરાટ કોહલી ખરેખર સખત મહેનત કરે છે. તે જાળ સુધી પહોંચનાર પ્રથમ અને જાળી છોડનાર છેલ્લો છે. મને લાગે છે કે દરેકને તેમની રમત પ્રત્યે સમર્પણ અને દરરોજ શીખવાની ઇચ્છા હોવી જોઈએ.”
Preparations, adapting to the conditions and getting into the #WTC23 Final groove 🙌
Hear from Paras Mhambrey, T Dilip & Vikram Rathour on #TeamIndia‘s preps ahead of the all-important clash 👌🏻👌🏻 – By @RajalArora
Full Video 🎥🔽https://t.co/AyJN4GzSRD pic.twitter.com/x5wRxTn99b
— BCCI (@BCCI) May 31, 2023
હેઝલવુડે આગળ કહ્યું કે જો દરેક ખેલાડી વિરાટ જે કરે છે તે કરવાનું શરૂ કરી દે તો તેની રમતમાં માત્ર સુધારો જ નહીં થાય પરંતુ આખી ટીમને પણ ફાયદો થશે. વિરાટ કોહલીની સફળતા તેની મહેનતના કારણે છે. વિરાટ કોહલીના 3 ગુણોની ગણતરી કરતા, તેણે તેને એક અદ્ભુત બેટ્સમેન ગણાવ્યો. હેઝલવુડના મતે વિરાટની ફિટનેસ પહેલા છે. પછી તેની બેટિંગ કુશળતા છે. આ સિવાય તે ફિલ્ડિંગમાં જે લાઈફ લગાવે છે તે પણ અદ્ભુત છે.