IND vs ZIM : ભારતીય ટીમે હાલમાં વેસ્ટઈન્ડિઝમાં પોતાનો દમ દેખાડ્યો હતો અને 2 સિરીઝ પોતાને નામે કરી હતી. ભારતે વનડે સિરીઝમાં વેસ્ટઈન્ડઝને પોતાના ઘર આંગણે હરાવ્યું હતુ અને ટી20માં પણ ટીમને ધોઈ નાંખી હતી. હવે ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વે (Zimbabwe Cricket Team)નો પ્રવાસ કરવાનો છે. જ્યાં ત્રણ મેચની વનડે સિરીઝ (ODI Series) રમવાની છે. આ સિરીઝમાં ભારતના કેટલાક યુવા સ્ટારને ત્તક આપવામાં આવી છે. કેપ્ટનશીપની જવાબદારી ફિટ થઈ પરત ફરેલા કે.એલ રાહુલ પર હશે. ઝિમ્બાબ્વેમાં ભારતનો આંક્ડો શું કહે છે તે આ સિરીઝ પહેલા જાણવો ખુબ જરુરી છે,
ઝિમ્બાબ્વેની ટીમની ગણતરી હાલમાં વિશ્વ ક્રિકેટની કમજોર ટીમમાં થાય છે પરંતુ આ ટીમે હાલમાં બાંગ્લાદેશને માત આપી હતી. આ ટીમને માત આપી છે. ભારતે આ સિરીઝ માટે કેટલાક દિગ્ગજ ખેલાડીને આરમ આપ્યો છે,
NEWS – KL Rahul cleared to play; set to lead Team India in Zimbabwe.
More details here – https://t.co/GVOcksqKHS #TeamIndia pic.twitter.com/1SdIJYu6hv
— BCCI (@BCCI) August 11, 2022
ભારતે સૌથી પહેલા 1992-92માં ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ પર ભારતે એક મેચ રમી હતી અને 1-0થી જીત મેળવી હતી. ત્યારબાદ ભારતે 1996-97માં ઝિમ્બાબ્વે ગઈ હતી અને આ વખતે સિરીઝ 1-0થી પોતાને નામ કરી હતી.1998-99માં ભારતે ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ પર ઝિમ્બાબ્વે એક મેચ જીતવામાં સફળ રહી હતી અને બાકીની 2 વનડે મેચ ભારતે પોતાના નામ કરી હતી અને ત્રણ મેચની વનડે સિરીઝ પર 2-1 પર કબ્જો કર્યો હતો. ત્યારબાદ ભારતે 2013માં ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો. આ વખતે ભારતીય ટીમ 5 મેચની સિરીઝ રમવાની હતી અને 5-0થી પોતાના નામે કરી હતી. 2015 અને 2016માં ભારતે ફરી ઝિમ્બાબ્વેની જમીન પર જઈ ત્રણ મેચની વનડે સિરીઝ 3-0થી જીતી હતી.
બીજી તરફ, જો આપણે બંને ટીમો વચ્ચેના એકંદર હેડ ટુ હેડ આંકડા વિશે વાત કરીએ, તો બંને ટીમો કુલ 63 વનડે રમી છે. આ મેચોમાં ભારતનો દબદબો છે. ભારતે 51 જીત મેળવી છે. ઝિમ્બાબ્વે 10 વખત મેચ જીતવામાં સફળ રહ્યું છે જ્યારે બે મેચ ટાઈ રહી છે. આવી સ્થિતિમાં એકંદર આંકડામાં પણ ભારતનું પલડું ભારે રહ્યું છે.