
ડી વિલિયર્સે પણ પોતાને અડધો ભારતીય ગણાવ્યો હતો. ડી વિલિયર્સે કહ્યું, 'હું અડધો ભારતીય અને અડધો દક્ષિણ આફ્રિકાનો છું. હું દક્ષિણ આફ્રિકામાં રહીશ પરંતુ મારા હૃદયમાં ભારતનું વિશેષ સ્થાન છે. મને અડધા ભારતીય હોવાનો ગર્વ છે.

તમને જણાવી દઈએ કે એબી ડી વિલિયર્સ 14 વર્ષ સુધી આઈપીએલનો ભાગ હતો અને તેથી જ ભારતીય ચાહકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. વર્ષ 2007માં દિલ્હી ડેરડેવિલ્સમાં સામેલ થયેલા ડી વિલિયર્સ ચોથી સિઝનમાં RCB સાથે જોડાયા હતા અને ત્યારબાદ તે આ ટીમને પરિવારની જેમ પ્રેમ કરવા લાગ્યો હતો.

ડિવિલિયર્સે નિવૃત્તિ બાદ કહ્યું- 'હું હંમેશા આરસીબીનો રહીશ. મારા માટે આરસીબી સાથે જોડાયેલ દરેક વ્યક્તિ પરિવાર સમાન છે. લોકો આવતા-જતા રહે છે પરંતુ RCBનો લોકો પ્રત્યેનો પ્રેમ હંમેશા અકબંધ રહેશે. હું અડધો ભારતીય છું અને મને તેનો ગર્વ છે.

ડી વિલિયર્સે IPLમાં 184 મેચમાં 39.71ની એવરેજથી 5162 રન બનાવ્યા છે. ડી વિલિયર્સની સ્ટ્રાઈક રેટ 151થી વધુ હતી અને તેના બેટમાં 3 સદી, 40 અડધી સદી હતી.

તમને જણાવી દઈએ કે એબી ડી વિલિયર્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સૌથી મોટા મેચ વિનર હતા. મેગા ઓક્શન પહેલા બેંગ્લોર ચોક્કસપણે તેને જાળવી રાખવા માંગતું હતું.