AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આગામી 4 મહિનામાં ગુજરાતમાં UCC લાગુ થાય તે મુજબની સરકારની તૈયારી

Breaking News : આગામી 4 મહિનામાં ગુજરાતમાં UCC લાગુ થાય તે મુજબની સરકારની તૈયારી

Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 17, 2026 | 12:03 PM
Share

UCCની કમિટીએ મુખ્યપ્રધાનને રિપોર્ટ સોંપ્યો છે.UCC અંગે રિટાર્યડ જસ્ટિશ રંજન દેસાઈએ રિપોર્ટ સોંપ્યો છે.ફેબ્રુઆરી મહિનામાં કમિટીની સીએમ સાથે ડ્રાફ્ટ અંગે બેઠક થઈ હતી.વિધાનસભામાં 23 માર્ચે રિપોર્ટ રજૂ થઈ શકે છે.

ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.UCC બિલ વિધાનસભામાં આવી શકે છે ,UCC બિલ લાવવા માટે ચર્ચા છે.કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાશે, UCCની કમિટીએ સરકારમાં રિપોર્ટ જમા કરાવ્યો છે.UCCના સભ્યોએ મુખ્યમંત્રીને નિવાસ સ્થાને રિપોર્ટ સોંપ્યો છે.વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં સરકાર UCC વિધેયક લાવશે. આજે 1:30 કલાકે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિધેયકની તારીખ નક્કી થશે.

24 માર્ચના રોજ યુસીસી રજૂ થઈ શકે

આગામી 4 મહિનામાં ગુજરાતમાં UCC લાગુ થાય તે મુજબની સરકારની તૈયારી ચાલી રહી છે. પૂર્વ જજ રંજના દેસાઈની કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ સરકારે સ્વીકાર્યો છે.4 ફેબ્રુઆરી 2025ના રોજ UCC માટે 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. 45 દિવસમાં કમિટીને ગુજરાતમાં UCC લાગુ કરવા સંદર્ભનો રિપોર્ટ સબમિટ કરવા કહેવાયું હતું,25 માર્ચ સુધી વિધાનસભા કાર્યવાહી ચાલુ રહેશે.24 માર્ચના રોજ યુસીસી રજૂ થઈ શકે છે.

 

 

શું છે યુનિફોર્મ સિવિલ કોડ ?

કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે જે તમામ ધર્મોના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ દરેક ધર્મ માટે સમાન કાયદો લાવશે. હાલ બધા ધર્મોના લોકો આ બાબતોને તેમના વ્યક્તિગત કાયદા હેઠળ સમાધાન કરે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોમાં વ્યક્તિગત કાયદો છે જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ નાગરિક કાયદા હેઠળ આવે છે. બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણમાં કલમ 44 હેઠળ રાજ્યની જવાબદારી જણાવી છે.

ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">