AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો દરિયાની વચ્ચોવચ જહાજમાંથી ફ્યુઅલ ખતમ થઈ જાય તો શું થશે? જાણો અહીં

દરિયો સૌથી સસ્તો અને સુરક્ષિત પરિવહન માર્ગ માનવામાં આવે છે, તેથી આંતરરાષ્ટ્રીય વેપારમાં જહાજોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પણ જો દરિયાઈ સફર દરમિયાન જહાજનું ફ્યુઅલ ખતમ થઈ જાય તો શું થશે? ચાલો જાણીએ

| Updated on: Mar 17, 2026 | 2:39 PM
Share
સમગ્ર વિશ્વમાં જહાજોનો ઉપયોગ માલસામાનના પરિવહન અને પ્રવાસન માટે ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. તેલથી લઈને કાર અને અનાજથી લઈને ભારે મશીનો સુધીની અનેક વસ્તુઓ દરિયાઈ માર્ગે એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવામાં આવે છે. દરિયો સૌથી સસ્તો અને સુરક્ષિત પરિવહન માર્ગ માનવામાં આવે છે, તેથી આંતરરાષ્ટ્રીય વેપારમાં જહાજોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પણ જો દરિયાઈ સફર દરમિયાન જહાજનું ફ્યુઅલ ખતમ થઈ જાય તો શું થશે? ચાલો જાણીએ (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 6
જહાજો લાંબી મુસાફરી કરે છે એટલે તેમાં ખૂબ મોટી માત્રામાં ઈંધણ ભરવામાં આવે છે. મોટાભાગના મોટા જહાજો ડીઝલ અથવા અન્ય ફોસિલ ફ્યુઅલથી ચાલે છે. દરિયામાં અનેક દિવસો અને ક્યારેક તો અઠવાડિયા સુધી મુસાફરી કરવી પડે છે, તેથી જહાજમાં મોટા ટાંકા બનાવવામાં આવે છે જેમાં હજારો લિટર ઈંધણ સંગ્રહિત રાખવામાં આવે છે. આથી સામાન્ય રીતે મુસાફરી દરમિયાન ઈંધણ ખતમ થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 6
પણ જો કોઈ કારણસર સમુદ્રની વચ્ચે જહાજનું ઈંધણ ખતમ થઈ જાય તો ઘણા લોકોને લાગે છે કે જહાજ તરત જ ડૂબી જશે. હકીકતમાં એવું થતું નથી. જહાજનું બનાવટ એટલે કે તેની ડિઝાઇન એવું હોય છે કે તે પાણી પર તરતું રહે. જહાજને આગળ ચલાવવા માટે એન્જિનની જરૂર પડે છે, પરંતુ પાણી પર તરવા માટે ઈંધણ જરૂરી નથી. તેથી ઈંધણ પૂરુ થઈ જાય તો જહાજ ડૂબતું નથી, માત્ર ત્યાં જ અટકી જાય છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 6
મોટાભાગના માલવાહક જહાજોમાં મુખ્ય ઈંધણ ટાંકા સિવાય વધારાના સ્ટોરેજ ટાંકા પણ હોય છે. આ વધારાનું ઈંધણ ઈમરજન્સી માટે રાખવામાં આવે છે જેથી કોઈ અચાનક પરિસ્થિતિ આવે તો તેનો ઉપયોગ કરી શકાય. આ કારણે જહાજો સામાન્ય રીતે પૂરતા કરતા વધારે ઈંધણ લઈને જ મુસાફરી શરૂ કરે છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

4 / 6
લાંબી મુસાફરી દરમિયાન જહાજો ઘણા બંદરો પર રોકાય છે. દરેક મોટા બંદર પર જહાજ માટે ઈંધણ ભરવાની સુવિધા ઉપલબ્ધ હોય છે. જહાજના કેપ્ટન અને મેનેજમેન્ટ પહેલેથી જ મુસાફરીનું આયોજન કરે છે અને ક્યાં બંદર પર ઈંધણ ભરવાનું છે તે નક્કી કરે છે. આ આયોજનના કારણે વચ્ચે ઈંધણ ખતમ થવાની સ્થિતિ ભાગ્યે જ ઉભી થાય છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

5 / 6
જો ક્યારેય અચાનક સમુદ્રની વચ્ચે ઈંધણ ખતમ થઈ જાય, તો જહાજ તરત જ મદદ માટે સંદેશ મોકલે છે. નજીકના દેશનું નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અથવા ફ્યુઅલ સપ્લાય કરનાર ટેન્કર જહાજ ત્યાં પહોંચે છે. તે ટેન્કર દ્વારા સમુદ્રમાં જ ઈંધણ ટ્રાન્સફર કરવામાં આવે છે અને પછી જહાજ ફરીથી પોતાની મુસાફરી શરૂ કરી શકે છે. તેથી ઈંધણ ખતમ થવું સમસ્યા છે, પરંતુ તેનાથી જહાજ ડૂબી જાય એવું નથી. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 6

Statue Of Liberty: સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના આ ભાગમાં એન્ટ્રી બેન! પ્રવાસીઓ કેમ જઈ શકતા નથી, ત્યાં જવાની કેમ મનાઈ છે?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">