Ratan tata : ઇન્સ્ટાગ્રામ પર લોકો પ્રેમ વરસાવી રહ્યા છે, 4 દિવસમાં વધ્યા 1 મિલિયન ફોલોઅર્સ
Ratan Tata Instagram : રતન ટાટા લોકોના દિલ પર રાજ કરતા હતા અને કરતા રહેશે. ઇન્સ્ટાગ્રામ પર તેમના વધતા ફોલોઅર્સ આ વાતની સાક્ષી આપી રહ્યા છે. રતન ટાટાના અવસાન બાદથી તેમના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં 10 લાખથી વધુનો વધારો થયો છે. રતન ટાટા ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ એટલે કે ટ્વીટર પર પણ ખૂબ એક્ટિવ હતા.

રતન ટાટાના મૃત્યુનું દુ:ખ દરેકના દિલ સુધી પહોંચી ગયું છે. ટાટાને ગુમાવવાનું દુ:ખ લગભગ દરેકના ચહેરા પર જોઈ શકાય છે. તેમના મૃત્યુ પછીના 4 દિવસમાં તેમના ફોલોઅર્સમાં 10 લાખથી વધુનો વધારો થયો છે.

રતન ટાટા વિશે ઘણી યાદો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. જે લોકો રતન ટાટાને ફોલો નહોતા કરતા તેઓ પણ હવે તેમને ફોલો કરી રહ્યા છે અને તેમની પોસ્ટ હેઠળ કોમેન્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

રતન ટાટાના મૃત્યુના દિવસ સુધી તેમને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 10 મિલિયન લોકો ફોલો કરતા હતા. પરંતુ તેમના ગયાના 4 દિવસમાં તેમના ફોલોઅર્સમાં 1 મિલિયનનો વધારો થયો છે. કરોડો ફોલોઅર્સ હોવા છતાં તેણે ઇન્સ્ટાગ્રામ પર ફક્ત 67 પોસ્ટ્સ શેર કરી છે. જેને લોકોએ ખૂબ પસંદ કરી અને પ્રેમ આપ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આટલા બધા ફોલોઅર્સમાંથી રતન ટાટા માત્ર 2 જ એકાઉન્ટને ફોલો કરતા હતા.

જો તેમની લોકપ્રિયતાની વાત કરીએ તો X પ્લેટફોર્મ પર રતન ટાટાના પણ કરોડો ફોલોઅર્સ છે. X પ્લેટફોર્મ પર તેને 13.2 મિલિયન લોકો ફોલો કરે છે. આ આંકડો ઝડપથી વધી રહ્યો છે. જ્યારે રતન ટાટાએ માત્ર 7 લોકોને ફોલોબેક કર્યા છે.

રતન ટાટાની છેલ્લી પોસ્ટ : રતન ટાટાએ 9 ઓક્ટોબરના રોજ ઈન્સ્ટાગ્રામ પર તેમની છેલ્લી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી અને તેમના વિશે ચિંતા કરવા બદલ લોકોનો આભાર પણ માન્યો હતો. રતન ટાટાની આ પોસ્ટને લગભગ 2,664,124 લોકોએ લાઈક કરી છે અને હજારો લોકોએ કોમેન્ટ કરી છે.
