ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની જેમ પત્ની રિવાબાએ પણ જીતી મેચ, સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગમાં ટીમનું શાનદાર પ્રદર્શન, જુઓ Photos
ગુજરાત વિધાનસભા દ્વારા આયોજિત સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0 ની આજે શાનદાર શરૂઆત થઈ. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા.


ગુજરાત વિધાનસભા દ્વારા આયોજિત સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0 ની આજે શાનદાર શરૂઆત થઈ.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કોબા સ્થિત જે.એસ. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ ટુર્નામેન્ટની વિશેષતા એ છે કે તે રાજ્યના તમામ ધારાસભ્યોને એક જ ટીમમાં રમવાનું પ્લેટફોર્મ પ્રદાન કરે છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષોના ધારાસભ્યો સાથે મળી ટીમ ગુજરાત તરીકે રમે છે.

પ્રથમ મેચ મહિલા ધારાસભ્યો અને વિધાનસભાના મહિલા કર્મચારીઓ વચ્ચે રમાઈ, જેમાં મહિલા ધારાસભ્યોની 'શક્તિ ઇલેવન' ટીમ 8 વિકેટે વિજેતા રહી. ખાસ કરીને લિંબાયતની ધારાસભ્ય સંગીતા પાટીલ 'વુમન ઓફ ધ મેચ' જાહેર થયા.

આ ટુર્નામેન્ટ માત્ર રમતો સુધી સીમિત નથી, તે ટીમ ગુજરાતનો સંદેશ આપે છે, જે દર્શાવે છે કે આખી વિધાનસભા એક ટીમ તરીકે રાજ્યના વિકાસ માટે કાર્ય કરે.
ગુજરાતના અન્ય મહત્વના સમાચાર વિગતે જાણવા માટે આપ અહીંયા ક્લિક કરો.

































































