પ્લેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને એક વ્યક્તિની પાદ એ એટલા પરેશાન કરી મુક્યા કે લોકો એ તેને ફ્લાઈટમાંથી ઉતારવા પાઈલોટને વિનંતી કરવી પડી . પછી થયું એવું કે પાયલોટે પણ લોકોની વાતથી સહમત થવું પડ્યું અને વ્યક્તિને પ્લેનમાંથી ઉતારી દીધો.
ટ્રેન, બસ કે પ્લેનમાં મુસાફરી કરતી વખતે આપણને ક્યારેક અજીબોગરીબ વસ્તુઓનો સામનો કરવો પડે છે. ક્યારેક સુવિધાના કારણે તો ક્યારેક નજીકમાં બેઠેલા લોકોના કારણે. પરંતુ એક કારણ એટલું ભયંકર બનશે કે લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બની જશે તે કદાચ પ્લેનમાં બેઠેલા આ મુસાફરોએ ન હતુ. અમે વાત કરી રહ્યા છીએ એક ફ્લાઈટની મુસાફરીની જેમાં લોકોને પોતાનું નાક બંધ કરીને બેસવાનો વારો આવ્યો અને તેનું કારણ પ્લેનમાં બેઠેલા એક વ્યક્તિનું વારંવાર 'ગેસ' છોડવું હતુ..
1 / 8
જી હા, પ્લેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને એક વ્યક્તિની પાદે એટલા પરેશાન કરી મુક્યા કે લોકો એ તેને ફ્લાઈટમાંથી ઉતારવા પાઈલોટને વિનંતી કરવી પડી . પછી થયું એવું કે પાયલોટે પણ લોકોની વાતથી સહમત થવું પડ્યું અને વ્યક્તિને પ્લેનમાંથી ઉતારી દીધો.
2 / 8
વાસ્તવમાં, આ અમેરિકા એરલાઇન્સનો મામલો છે, પ્લેન ફોનિક્સથી ઓસ્ટિન જઈ રહ્યું હતું અને મુસાફરો પણ પ્લેનમાં સવાર હતા. પરંતુ એક પેસેન્જરના કારણે પ્લેન સમયસર ટેક ઓફ કરી શક્યું ન હતું. કારણ કે તે પ્લેનમાં સવાર એક મુસાફર વારંવાર ગેસ છોડી રહ્યો હતો અને તેના પાદથી ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પરેશાન થઈ ગયા હતા. અન્ય મુસાફરોએ પૂછ્યું કે તે શું કરી રહ્યો છે જેના કારણે આખી ફ્લાઈટમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે. તેનો જવાબ પણ વિચિત્ર આપ્યો, તેણે કહ્યું કે તે પોતાની જાત પર કાબૂ રાખી શકતો નથી. આથી પ્રવાસ દરમિયાન આ સમસ્યાનો સામનો કરવા માટે તૈયાર રહો તો સારું રહેશે.
3 / 8
આ અંગે તેની બાજુમાં બેઠેલા એક મુસાફરે તેને કહ્યું કે આટલો બધો ગેસ કેમ છોડી રહ્યો છે, તારા કારણે અન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તેણે ખૂબ જ અભદ્ર રીતે જવાબ આપ્યો કે તે અસંસ્કારી છે, તે સાથે તેણે ફરી ગેસ છોડતા કહ્યું તમે બધા મને કો કે તે પાદની સ્મેલ કેવી છે. જે બાદ તે મુસાફરો સાથે તે વ્યક્તિએ ઘણી દલીલો કરી.
4 / 8
આનાથી ફાર્ટિંગ કરનાર વ્યક્તિ અને અન્ય મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો. એટલું જ નહીં તેની અસર પ્લેનના ટેકઓફ પર પણ જોવા મળી હતી. પ્લેન સમયસર ઉડાન ભરી શક્યું ન હતું, તેથી એરલાઇન સ્ટાફે વિનંતી કરી અને માણસને ઉતારી દેવો જોઈએ. જે બાદ તે વ્યક્તિને કહ્યું કે સારુ થશે તમે જાતે જ પ્લેનમાંથી ઉતરી જાવ . ક્રૂ દ્વારા કહેવામાં આવતા તે પ્લેનમાંથી ઉતરી ગયો હતો, પરંતુ ફ્લાઈટ 15 થી 30 મિનિટ મોડી પડી હતી.
5 / 8
ટેકઓફ પહેલા, જો પ્લેનમાં કોઈ પણ વ્યક્તિ અન્ય મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનું કારણ બને છે, તો તેને ફ્લાઈટમાંથી ઉતરવા માટે કહી શકાય છે.
6 / 8
તે જ સમયે, જો કોઈને શંકા છે કે પેસેન્જર શંકાસ્પદ છે, તો પણ તે પાઇલટના ક્રૂ સાથે વાત કરી શકે છે અને તેની સીટ બદલી શકે છે. આટલું જ નહીં, જો પેસેન્જર શંકાસ્પદ જણાય તો તેને ડીબોર્ડ કરવા માટે કહી શકાય.
7 / 8
ઘણી એરલાઇન્સ ફ્લાઇટ ટિકિટ બુક કરાવતા પહેલા તમારા સ્વાસ્થ્ય વિશે પૂછે છે. સંપૂર્ણ મેડિકલ ચેકઅપ પછી જ તમે પ્લેનમાં ચડશો તો સારું રહેશે.
8 / 8
યુનાઈટેડ સ્ટેટ્સ, જે વિશ્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અથવા અમેરિકા તરીકે ઓળખાય છે, તે મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે. અમેરિકા 50 રાજ્યો અને એક સંઘીય જિલ્લાનું બનેલું છે. ત્યારે તેને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો