“દેશમાં લઘુમતીઓ સુરક્ષિત છે કે નહીં?” આ સવાલ પર જ્હોન અબ્રાહમે આપ્યો અનેકોની બોલતી બંધ કરી દેતો જવાબ – Photos
જૉન અબ્રાહમની નવી ફિલ્મ 'The Diplomat' તાજેતરમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝ બાદ જ્હોન તેમના લઘુમતીઓ વિશે આપેલા એક નિવેદનને લઈને ચર્ચામાં છે. જ્હોન ને દેશમાં લઘુમતીઓની સુરક્ષા અને સલામતીને લઈને સવાલ કરવામાં આવ્યો હતો, જેના પર તેમણે તુષ્ટિકરણની રાજનીતિ કરતા અનેક લોકોની બોલતી બંદ કરી દેતો જવાબ આપ્યો છે.

જૉન અબ્રાહમની નવી ફિલ્મ 'The Diplomat' તાજેતરમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝ બાદ જ્હોન તેમના લઘુમતીઓ વિશે આપેલા એક નિવેદનને લઈને ચર્ચામાં છે. જ્હોન ને દેશમાં લઘુમતીઓની સુરક્ષા અને સલામતીને લઈને સવાલ કરવામાં આવ્યો હતો, જેના પર તેમણે તુષ્ટિકરણની રાજનીતિ કરતા અનેક લોકોની બોલતી બંદ કરી દેતો જવાબ આપ્યો છે.

જ્હોન અબ્રામ ખુદ એક લઘુમતી સમુદાયનો હિસ્સો છે. તેની માત્ર મોટી ફેન ફોલોઈંગ છે એટલુ જ નહીં પરંતુ તેઓ દેશના લઘુમતીઓને પણ રિપ્રેઝન્ટ કરે છે. જોન અબ્રાહમ ને હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યુ કે શું દેશમાં લઘુમતીઓ સુરક્ષિત નથી. જેના પર અભિનેતાઓ આપેલો જવાબ સહુ કોઈનુ ધ્યાન ખેંચી રહ્યો છે.

દેશમાં ભાજપની સરકાર સત્તામાં આવી ત્યારથી દેશનો એક વર્ગ એવુ માનવા લાગ્યો છે કે દેશમાં લઘમતીઓ સલામત નથી. ત્યારે જ્હોન અબ્રાહમ પાસેથી જ્યારે આ અંગે જાણવાની કોશિશ કરી તો એક્ટરે એ ચોક્કસ વર્ગની બોલતી બંધ કરી દેતો જવાબ આપ્યો

એક્ટરે કહ્યુ "મારા પિતા સીરિયન ખ્રિસ્તી છે, અને મારી માતા ઝોરોસ્ટ્રિયન છે. હું પણ ભારતમાં લઘુમતી સમુદાયનો હિસ્સો છુ. પરંતુ મારા જીવનકાળ દરમિયાન એક પળ માટે પણ મને ભારતમાં અસલામતી મહેસુસ થઈ નથી. મને ભારતીય હોવા પર ગર્વ છે અને મને લાગે છે કે મારાથી વધુ કોઈ ભારતીય નથી.

જ્હોન અબ્રાહમે કહ્યુ મને અહીં ભારતમાં જેટલી સલામતી અનુભવાય છે તેટલુ સેફ અન્ય ક્યાંય નથી લાગતુ, મને ભારતીય હોવા પર ગર્વ છે

જ્હોન અબ્રાહમની 14 માર્ચે રિલીઝ થયેલી 'The Diplomat' એક દેશભક્તિ પર આધારિત થ્રિલર છે, જેમાં જૉન એક ભારતીય ડિપ્લોમેટ JP Singh ની ભૂમિકા ભજવે છે, જે એક અફઘાનિસ્તાન મિશન પર છે."

"ફિલ્મને પોઝિટિવ રિવ્યુ મળી રહ્યા છે. ઓપનિંગ ડે પર ફિલ્મે 4 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. દર્શકો કહે છે કે ‘The Diplomat’ એક મજબૂત મેસેજ આપતી પાવરફૂલ ફિલ્મ છે."
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડને લગતા આવા જ અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

































































