LG Electronics IPO: આવી રહ્યો છે એલજી ઈલેક્ટ્રોનિક્સનો આઈપીઓ,15,000 કરોડ એકત્ર કરવાનો રસ્તો સાફ,સેબીએ આપી મંજુરી
LG Electronics IPO: Hyundai Motor India પછી, LG Electronics બીજી દક્ષિણ કોરિયન કંપની છે જે ભારતીય શેરબજારમાં લિસ્ટિંગની તૈયારી કરી રહી છે.

LG Electronics IPO: દક્ષિણ કોરિયાની ઈલેક્ટ્રોનિક્સ કંપની LG Electronicsના IPO માટે રસ્તો સાફ થઈ ગયો છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ LG ઇલેક્ટ્રોનિક્સના IPOને મંજૂરી આપી દીધી છે. LG Electronics IPO દ્વારા 15000 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. Hyundai Motor India પછી, LG Electronics બીજી દક્ષિણ કોરિયન કંપની છે જે ભારતીય શેરબજારમાં લિસ્ટિંગની તૈયારી કરી રહી છે.

એલજી ઈલેક્ટ્રોનિક્સે પણ આઈપીઓ માટે રોડ શો શરૂ કર્યો છે. કંપનીએ તેના IPO માટે મુંબઈમાં રોડ શો કર્યો છે અને રોકાણકારોને આકર્ષવા માટે અન્ય શહેરોમાં પણ રોડ શો કરવાની તૈયારી કરી રહી છે. LG ઇલેક્ટ્રોનિક્સ IPO દ્વારા ઇક્વિટી માર્કેટમાંથી $1.5 બિલિયન એટલે કે રૂ. 15000 કરોડ એકત્ર કરી શકે છે. IPO હેઠળ, દક્ષિણ કોરિયન 'ચેબોલ' 15 ટકા હિસ્સાની સમકક્ષ 10.18 કરોડથી વધુ શેર વેચશે.

LG ઈલેક્ટ્રોનિક્સે ડિસેમ્બર 2024માં માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે IPO દસ્તાવેજો ફાઈલ કર્યા હતા. ડ્રાફ્ટ પેપર મુજબ, તેની દક્ષિણ કોરિયન પેરેન્ટ કંપની LG Electronics Inc 10,18,15,859 ઇક્વિટી શેર્સનું વેચાણ કરશે જેની ફેસ વેલ્યુ રૂ. 10 છે. IPOમાંના તમામ શેર્સ ઑફર ફોર સેલ (OFS) દ્વારા વેચવામાં આવશે. LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાને IPOમાંથી કોઈ પૈસા મળશે નહીં. એકત્ર કરાયેલું ભંડોળ દક્ષિણ કોરિયાની મુખ્ય કંપનીને જશે.

LG ઈલેક્ટ્રોનિક્સના સીઈઓ વિલિયમ ચોએ ઓગસ્ટ 2024માં કહ્યું હતું કે ભારતીય શેરબજારમાં LGની પેટાકંપનીનું લિસ્ટિંગ એ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં નવી ગતિ લાવવાનો એક મુખ્ય વિકલ્પ છે.

LG Electronics એ ભારતમાં તેનો IPO લોન્ચ કરવા માટે મર્ચન્ટ બેન્કર્સની પણ નિમણૂક કરી છે, જેમાં બેન્ક ઓફ અમેરિકા, સિટીગ્રુપ, જેપીમોર્ગન ચેઝ અને મોર્ગન સ્ટેનલીનો સમાવેશ થાય છે. કંપની IPO દ્વારા $13 બિલિયનનું મૂલ્યાંકન હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

































































