IPL 2025 : IPLની એક મેચમાં અમ્પાયરિંગ કરવાનો અમ્પાયરને કેટલો પગાર મળે છે?
દરેક મેચમાં રમત નિયમો અનુસાર યોજાય તે સુનિશ્ચિત કરવામાં અમ્પાયર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો ભૂમિકા એટલી મહત્વપૂર્ણ હોય, તો પગાર કેટલો હોઈ શકે? IPLમાં ટોચના અમ્પાયરોનો પગાર અને તેમની એક સિઝનની કમાણી ઘણીવાર IPLમાં ફ્રેન્ચાઈઝી તરફથી રમતા કેટલાક ખેલાડીઓ કરતા પણ વધુ હોય છે. ચાલો જાણીએ એક IPL મેચમાં અમ્પાયરિંગ કરવાના કેટલા રૂપિયા પગાર મળે છે અમ્પાયરોને.

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની 18મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. IPLમાં ખેલાડીઓને કરોડો રૂપિયા સેલરી મળે છે. IPLમાં ફક્ત ખેલાડીઓ જ નહીં પણ અમ્પાયરોને પણ મોટી રકમ સેલરી તરીકે મળે છે.

એલિટ અમ્પાયરો ICC એલિટ પેનલનો ભાગ છે, જેમાં વિશ્વભરના ટોચના અમ્પાયરોનો સમાવેશ થાય છે. તેઓ આંતરરાષ્ટ્રીય મેચો અને મોટી ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરે છે. એલિટ અમ્પાયરોની પ્રતિ મેચ ફી 1,98,000 રૂપિયા હોય છે અને તેમને 12,500 રૂપિયા દૈનિક ભથ્થું પણ મળે છે.

અનિલ ચૌધરી, શમસુદ્દીન, ક્રિસ ગેફની, નીતિન મેનન, કે.એન. અનંતપદ્મનાભન, પોલ રાઈફલ અને બ્રુસ ઓક્સનફોર્ડનો એલિટ અમ્પાયરોમાં સમાવેશ થાય છે અને તેમને એક મેચમાં અમ્પાયરિંગ કરવાના 1,98,000 રૂપિયા મળે છે.

ડેવલપમેન્ટલ અમ્પાયર્સ એ પ્રાદેશિક અમ્પાયરો છે જેઓ મુખ્યત્વે ડોમેસ્ટિક સર્કિટમાં અમ્પાયરિંગ કરતા હોય છે. અમ્પાયરિંગનો અનુભવ મેળવવા માટે તેમને ધીમે ધીમે IPLમાં તક આપવામાં આવે છે. ડેવલપમેન્ટલ અમ્પાયરોને પ્રતિ મેચ 59,000 રૂપિયા ફી મળે છે.

એલિટ અમ્પાયરોને મેચ ફી ઉપરાંત પ્રતિ સિઝન અંદાજિત 7,33,000 રૂપિયા મળે છે. આ સિવાય અમ્પાયરોને મુસાફરી અને રહેવા માટે ભથ્થા પણ મળે છે. (All Photo Credit : X / INSTAGRAM)
IPL 2025માં ખેલાડીઓની સાથે અમ્પાયરો પણ હેડલાઈનમાં રહે છે. આ વર્ષે પણ કેટલાક ફેમસ અમ્પાયરો પર ફેન્સની નજર રહેશે. આઈપીએલ 2025 સાથે જોડાયેલ તમામ ખબરો વાંચવા કરો ક્લિક

































































