ડ્રગ્સ બનાવવા વપરાતુ પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીતના 2 આરોપી 3 દિવસના રિમાન્ડ પર
આરોપીઓ છેલ્લા 1 વર્ષથી આ પ્રકારના પ્રતિબંધિત કેમિકલની વિદેશમાં નિકાસ કરતા હતા. પ્રતિબંધિત કેમિકલ સપ્લાય કરવા બાબતે આરોપીઓને 5 થી 7 ગણા રૂપિયા મળતા હતા. વિદેશમાં ખાસ કરીને મેક્સિકો, ગ્વાટેમાલામાં મોકલવામાં આવતા કેમિકલ મેળવનાર પાર્ટી સિનલોવા કાર્ટેલ સાથે જોડાયેલ હોવાનુ ખુલ્યું છે.
અમદાવાદ એટીએસે ગત 24 નવેમ્બરે સુરતની કંપની પર દરોડા પાડયા હતા. આ દરોડામાં એવી વિગતો સામે આવી હતી કે, આરોપીઓ દ્વારા ડ્રગ્સ બનાવવામાં વપરાતુ પ્રતિબંધિત કેમિકલ અન્ય નામે વિદેશમાં નિકાસ કરતા હતા. આ કેસમાં પકડાયેલા સતીશ સુતરીયા અને યુક્તા કુમારી મોદી, એમ બે આરોપીઓને કોર્ટે 3 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.
આરોપીઓ વિદેશમાં ડ્ર્ગ્સ માટેનું પ્રતિબંધિત કેમિકલ અન્ય પ્રોડક્ટના નામે મોકલતા હતા. કસ્ટમથી બચવા માટે આરોપીઓ ખોટા પ્રોડક્ટનું નામ બતાવીને એર કાર્ગો મારફતે મેક્સિકો, ગ્વાટેમાલા જેવા દેશોમાં મોકલતા હતા. નશીલા દ્રવ્ય બનાવવામાં વપરાતા કેમિકલનુ વિદેશમાં સપ્લાય કરવા માટે આરોપીઓ ખોટા સર્ટિફિકેટ રજૂ કરતા હતા. ભારતમાં રહેલ કંપનીઓ પાસેથી ખોટા યૂઝર સર્ટિફિકેટ તથા બોગસ ઇન્વૉઇસો મેળવવામાં આવતા હતા.
આરોપીઓ મુખ્યત્વે મેક્સિકો, ગ્વાટેમાલા જેવા દેશોમાં આવા પ્રતિબંધિત કેમિકલ સપ્લાય કરતા હતા. સતીશ સુતરીયા અને યુક્તા કુમારી મોદી નામની યુવતી સામે BNS અને NDPS ની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
આરોપીઓ છેલ્લા 1 વર્ષથી આ પ્રકારના પ્રતિબંધિત કેમિકલની વિદેશમાં નિકાસ કરતા હતા. પ્રતિબંધિત કેમિકલ સપ્લાય કરવા બાબતે આરોપીઓને 5 થી 7 ગણા રૂપિયા મળતા હતા. વિદેશમાં ખાસ કરીને મેક્સિકો, ગ્વાટેમાલામાં મોકલવામાં આવતા કેમિકલ મેળવનાર પાર્ટી સિનલોવા કાર્ટેલ સાથે જોડાયેલ હોવાનુ ખુલ્યું છે. આરોપીઓ પ્રતિબંધિત સાયકોટ્રોપીક સબસ્ટન્સ ફેંટાનીલ બનાવવા માટે પ્રિકર્સસનો જથ્થો મોકલતા હતા.
ગુજરાતના નાના મોટા શહેર, તાલુકા, જિલ્લાના તમામ મહત્વના સમચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
