Indian Railway : જાનૈયાઓને ટ્રેનમાં લઈને જવા છે ? તો આ રીતે કરો આખો કોચ બુક, જાણો આખી પ્રોસેસ
જો તમારો પ્લાન પણ જાન ટ્રેનમાં લઈ જવાનો છે, અને લગ્ન માટે જો તમે એક ટ્રેનનો આખો કોચ બુક કરવા માંગો છો. તો ચાલો જાણીએ કેવી રીતે તમે કોચ બુક કરી શકશો.

પરિવારમાં જ્યારે લગ્ન લેવાયા હોય ત્યારે ઘરમાં કાંઈ અલગ જ માહોલ જોવા મળતો હોય છે. તેમાં પણ જો જાન લઈને જવાનું હોય તો સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. ક્યારેક એવું પણ થાય છે કે, જાન ખુબ દુર સુધી લઈ જવાની હોય છે.

આ દરમિયાન સૌથી મોટો પ્રશ્ન એ છે કે, કેવી રીતે દુર સુધી જાન લઈને જશું. એક સાથે મોટી સંખ્યામાં લોકોને જાનમાં લઈ જવાના હોય છે. ત્યારે ટ્રાન્સપોર્ટનો પ્રશ્ન ચોક્કસ આવે છે. તેમાં ખર્ચો જોવો પણ જરુરી છે.તમે ટ્રેનમાં પણ જાન લઈને જઈ શકો છો.

જો તમે વેડિંગ ડેસ્ટિનેશન પર જઈ રહ્યા છો. તો સંબંધીઓ અને પરિવારના લોકો માટે ટ્રેનનો એક કોચ બુક કરી શકો છો.

તેમજ બુકિંગ કરવાથી તમને જાન ટ્રેનમાં લઈ જવાનો ખર્ચો પણ ઓછો આવશે. તો ચાલો જાણીએ લગ્ન માટે ટ્રેનનો કોચ કેવી રીતે બુક કરી શકો.

લગ્ન માટે ટ્રેન અથવા કોચ બુક કરવા માટે, તમારે IRCTC ની FTR વેબસાઇટ (www.ftr.irctc.co.in) ની મુલાકાત લેવી પડશે. જ્યાં તમે તમારો યુઝર આઈડી બનાવીને કોચ અથવા આખી ટ્રેન બુક કરી શકો છો.

ભારતીય રેલ્વે અનુસાર, FTR કોચ અને ટ્રેનો માટે ઓફલાઇન બુકિંગ દેશભરના કોઈપણ મોટા રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈને અને તે સ્ટેશન પર જઈ બુક કરી શકો છો.

લગ્નની તારીખથી અંદાજે 6 મહીના પહેલા અને કોચ બુક કરી શકો છો.એક વ્યક્તિ એક વખત લગ્ન માટે અંદાજે 7 કોચ રિઝર્વ કરી શકો છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

































































