Travel tips : દિલ તો બચ્ચા હૈ જી, ઉનાળાના વેકેશનમાં બાળકોને ફરવા માટે આ સ્થળે લઈ જાવ
ઉનાળાના વેકેશનમાં મોટાભાગના બાળકો મોબાઈલ અને કોમ્પયુટર પર પોતાનો સમય વધારે પસંદ કરે છે.પરંતુ કેટલાક એવા સ્થળો છે. જ્યાં તમે ઉનાળામાં બાળકો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. બાળકોને આ સ્થળ ખુબ મજા પણ આવશે.

ઉનાળાના વેકેશનમાં મોટાભાગના લોકો શિમલા અને મનાલી જેવા પહાડી વિસ્તારમાં ફરવા જવાનો પ્લાન બનાવે છે. પરંતુ જો તમે બાળકો સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ગુજરાતના આ સ્થળ પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.

ગુજરાતમાં અનેક ઐતિહાસિક અને પર્યટન સ્થળો પ્રવાસીઓના મનમોહી લે છે.તો તમે આ વખતે બાળકોના ઉનાળાના વેકેશનમાં બીજે ક્યાંય નહી માત્ર ગુજરાતમાં ફરવાનો પ્લાન બનાવો.

ગુજરાતમાં જોવાલાયક અનેક જગ્યાઓ છે જ્યાં તમે બાળકો સાથે સમય વિતાવી શકો છો.ગુજરાતના આ સ્થળો પર ફરવાની સાથે બાળકોને નોલેજ પણ મળશે.

આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. આ પ્રતિમા 182 મીટર ઊંચી છે અને દુનિયાભરમાંથી લોકો તેને જોવા માટે આવે છે. આ પ્રતિમા ગુજરાતના કેવડિયા કોલોનીમાં નર્મદા નદીના કિનારે આવેલી છે. તેનું બાંધકામ 2013માં શરૂ થયું હતું અને તેનું ઉદ્ઘાટન 2018 માં થયું હતું. બાળકોને ફરવાની સાથે અહી ખુબ મજા પણ આવશે.

ગીર ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે, આ અભ્યારણ પ્રાણીને જોવા માટે ભારતનું એકમાત્ર સ્થળ છે, સાસણ ગીરની મુલાકાતનું આયોજન કરવાની સાથે નજીક આવેલા જૂનાગઢ અને સોમનાથ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. ખાસ તો બાળકોને એટલા માટે આ સ્થળે ખુબ મજા આવશે કારણ કે, અહી જંગલ સફારીની પણ મજા માણી શકો છો.

સાપુતારાગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત છે. સાપુતારા ઉનાળામાં ગુજરાતમાં ફરવા માટેના લોકપ્રિય સ્થળોમાંનું એક છે. મોટાભાગના લોકો તો અહી ચોમાસામાં પણ ફરવા જવાનો પ્લાન બનાવે છે પરંતુ ગરમીમાં ફરવા માટે સાપુતારા હિલ સ્ટેશન બાળકો સાથે બેસ્ટ રહેશે. સાપુતારા ગુજરાતના શ્રેષ્ઠ પિકનિક સ્થળોમાનું એક છે.

તમે ધાર્મિક સ્થળો પર પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો. દ્વારકાધીશ મંદિર ,સોમનાથ મંદિર ,અંબાજી મંદિર શક્તિપીઠ,શામળાજી મંદિર ,જૈન મંદિર, નાગેશ્વર શિવ મંદિર ,બહુચરાજી મંદિર અને જલારામ મંદિર - વિરપુર ફરવાનો પ્લાન બનાવી શકો છો.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































