Sunita Williamsની લેન્ડિંગ નથી સરળ ! જો થઈ આ ભૂલ, તો ભસ્મીભૂત થઈ શકે છે સ્પેસક્રાફ્ટ
નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું અવકાશયાન પૃથ્વી પર પાછું આવી રહ્યું છે, પરંતુ વાતાવરણમાં ફરી પ્રવેશવું અત્યંત જોખમી છે. ત્યારે આ દરમિયાન જો કોઈ ભૂલ થઈ તો ભસ્મીભૂત થઈ શકે છે સ્પેસક્રાફ્ટ

નાસાની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને લઈ જતું અવકાશયાન પૃથ્વી તરફ પ્રયાણ કરી ચૂક્યું છે, પરંતુ સુનિતાનું લેન્ડિંગ સરળ નથી. એક ભૂલ સુનિતાના આખા અવકાશયાનને નષ્ટ કરી શકે છે. વાસ્તવમાં, જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની ગતિ ઓછી થઈ જાય છે. આ સમય દરમિયાન, જો અવકાશયાનનો એંગલ બદલાય છે, તો તેમાં ઘર્ષણ શરૂ થઈ શકે છે, જેના કારણે અવકાશયાન પળવારમાં આગના ગોળામાં ફેરવાઈ શકે છે.

એક્સપર્ટના જણવ્યા મુજબ જ્યારે કોઈ અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે તેને રીએન્ટ્રી કહેવામાં આવે છે. આ સૌથી મુશ્કેલ સમય માનવામાં આવે છે. ફરીથી પ્રવેશ દરમિયાન ડ્રેગન કેપ્સ્યુલની ઝડપ ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં, જો અવકાશયાનનો એંગલ બદલાય છે, તો ઘર્ષણને કારણે તેનું તાપમાન વધી શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન સ્પેસક્રાફ્ટની અંદરનું તાપમાન 1500 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેશે. જો આવું થાય, તો ગરમીને કારણે અવકાશયાન બળી રાખ થઈ શકે છે.

અવકાશમાં ડ્રેગનની ન્યૂનતમ ઝડપ 28,000 કિમી/કલાક છે. ત્યારે રીએન્ટ્રી દરમિયાન ડ્રેગન કેપ્સ્યુલની ઝડપ ઘટવા લાગશે. આ જ કારણ છે કે અવકાશયાત્રીઓ અવકાશમાંથી પૃથ્વી પર આવવાના સમયને સૌથી મુશ્કેલ સમય માને છે, જો આ સમય દરમિયાન અવકાશયાનનો એંગલ ચેન્જ થાય, તો અવકાશયાનનું ઘર્ષણ થઈ શકે છે. જો તે પૃથ્વીના વાતાવરણને પાર કરે તો અવકાશયાન સરળતાથી સમુદ્રમાં ઉતરી શકે છે.

પણ આ સાથે મોકલેના ડ્રેગનની અનેક વિશેષતાઓ છે જેમાં લોન્ચ એબોર્ટ સિસ્ટમ ક્રૂને રોકેટથી અલગ કરે છે, જે કોઈ પણ ગડબડી સર્જાય તો તરત કામ કરવા લાગશે. આ સિવાય થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ ગરમીથી બચાવવામાં મદદરૂપ છે. જે રીએન્ટ્રી સમયે ઉપયોગી માનવામાં આવે છે.

તે સિવાય ઓટોનોમસ ઓપરેશન પણ છે જે ખુદ ઓપરેટ કરવામાં સક્ષમ છે. તે કેમેરા, GPS, રડારથી સજ્જ છે.અને સૂટ-સીટ સિસ્ટમ પણ છે જે ફાયર પ્રોટેક્શન સામે અસરકારક છે. ગરમી ઘટાડશે.
સુનિતા વિલિયમ્સની આખરે થશે ઘરવાપસી ! ગુજરાતમાં રહેલા પરિવારમાં ખુશી સાથે ચિંતાનો માહોલ, જાણો શા માટે આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

































































