Sabarkantha : વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, સ્થાનિક હિન્દુ સંગઠનોમાં રોષ, જુઓ Video
છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણનો મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે. ત્યાં સાબરકાંઠાના વડાલીમાં ધર્માંતરણના પ્રયાસ કરાવનાર અને પ્રચાર કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. ધર્મ પરિવર્તનના ઈરાદે પ્રચાર કરાયાની વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર સાબરકાંઠાન પોશીના તાલુકાના 2 લોકો વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા. 2 લોકોને VHP, બજરંગદળના કાર્યકરોએ રોક્યા હતા. ધર્માંતરણ માટેના પ્રચાર વચ્ચે સ્થાનિક હિન્દુ સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. જો કે આ સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સ્થાનિક હિન્દુ સંગઠનોમાં રોષ
ઉલ્લેખનીય છે કે પોશીનાથી વડાલી આવેલા 2 વ્યક્તિઓ દ્વારા ધર્મપરિવર્તન માટે પ્રચાર કરતા હતા. જેની જાણ બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદને થતા તાત્કાલિક ધોરણે તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થતા સ્થાનિક હિન્દુ સંગઠનમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ