સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર, આરોપી રાહુલ વિરૂદ્ધ નોંધાયા હતા 22 ગુના, જુઓ Video
રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે. સુરતમાં પ્રથમવાર કોઈ આરોપીના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. કુખ્યાત ગુનેગાર રાહુલના એપાર્ટમેન્ટને ત્યાં ડિમોલિશન હાથ ધરવામાં આવશે.
રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે. સુરતમાં પ્રથમવાર કોઈ આરોપીના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. કુખ્યાત ગુનેગાર રાહુલના એપાર્ટમેન્ટને ત્યાં ડિમોલિશન હાથ ધરવામાં આવશે. આરોપી રાહુલ વિરૂદ્ધ 22 ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો થયો છે. ગુજલીટોક, મારામારી, હત્યા જેવા ગંભીર ગુનામાં આરોપી સામેલ હોવાનું સામે આવ્યું છે. આસપાસના પોલીસ મથકના અધિકારીઓ, મનપા અને SRPની મદદ લેવાઈ હતી. ડિમોલિશનની કાર્યવાહીને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય.
સુરત પોલીસ એક્શનમાં
બીજી તરફ રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે જાહેરમાં અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે. 20થી 25 ગુજસીટોકના આરોપી, લુખ્ખાતત્વોને કાયદાના પાઠ ભણાવ્યા છે. એટલું જ નહીં અસામાજિક તત્વો સામે શહેર પોલીસે લાલ આંખ કરી છે. સુરતના 1200થી 1300 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ અસામાજિક તત્વોની યાદીમાં 300થી 400 રીઢા ગુનેગારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના 6 PI, 10 PSI અને 100 પોલીસ કર્મીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
