રતન ટાટા
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના દિવસે ગુજરાતનાં સુરત શહેરમાં થયો હતો. રતન ટાટા દેશનાં સૌથી સફળ ઉદ્યોગપતિમાના એક છે. દુનિયામાં જયાં પણ ટાટા ગ્રુપનું નામ લેવામાં આવે છે ત્યાં તેના પોસ્ટરમાં કોઈ બીજા ચહેરાનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઉપયોગના કરતા રતન ટાટાનો જ ફોટો જોવા મળે છે. રતન ટાટા દેશનાં સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ છે. તેઓ એક એવી વ્યક્તિ છે કે, જેમણે વ્યવસાય અને સમાજ બંનેની જવાબદારીઓ એક સાથે સંપૂર્ણ રીતે નિભાવી છે. રતન ટાટાની ગણતરી દેશના પ્રિય ઉદ્યોગપતિઓમાં થાય છે.
વર્ષ 2008ના માર્ચ મહિનામાં રતન ટાટાનાં નેતૃત્વ હેઠળ ફોર્ડ મોટર કંપની પાસેથી જગુઆર અને લેન્ડ રોવર ટાટા મોટર્સે ખરીદ્યા હતા. તે પછી ભારતમાં તેનું વેચાણ શરૂ થયું હતું. રતન ટાટા એક સફળ રોકાણકાર તરીકે પણ જાણીતા છે. 75 વર્ષની ઉંમરે રતન ટાટાએ વર્ષ 2012માં ટાટા ગ્રૂપનું ચેરમેન પદ છોડયું હતું.