કાનુની સવાલ : જો કોર્ટમાં કેસ પેન્ડિંગ છે અને પતિનું મૃત્યું થાય, તો પત્ની ભરણપોષણનો દાવો કોની પાસે માંગી શકે?
ભારતીય કાયદા મુજબ, જો છૂટાછેડાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોય અને આ સમયગાળા દરમિયાન પતિનું મૃત્યુ થાય, તો ભરણપોષણનો મામલો કેટલાક કાનૂની પાસાઓ પર આધાર રાખે છે.

જો કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે અને પતિનું મૃત્યું થઈ જાય છે. તો છૂટાછેડાનો મુદ્દો પૂર્ણ થઈ જશે, કારણ કે, છૂટાછેડાએ પતિ-પત્ની વચ્ચે ના વૈવાહિક સંબંધોનો અંત લાવવાની પ્રક્રિયા છે, અને પતિના મૃત્યુ પછી લગ્ન આપમેળે સમાપ્ત થઈ જાય છે.

તો આ દરમિયાન પત્ની કોની પાસે ભરણ પોષણનો દાવો કરી શકે? પતિના મૃત્યુ બાદ પત્ની માટે ભરણપોષણના કેટલાક કાયદાઓ પણ છે. પતિની સંપત્તિ પર ભરણ પોષણનો અધિકાર.ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ 1925 અને હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 મુજબ, જો પતિનું મૃત્યુ થાય છે, તો પત્ની તેની કાયદેસર વારસદાર બને છે.

જો પતિના નામ પર કોઈ સંપત્તિ , બેન્ક બેલેન્સ, વ્યવસાય કાંઈ હોય તો પત્નીને આ સંપત્તિમાં હિસ્સો મેળવવાનો અધિકાર છે. જો પતિ પાસે વસિયત (Will) ન હોય, તો પત્નીને કાનૂની વારસદાર તરીકે પતિની મિલકતમાં તેનો હિસ્સો મળશે.જો પતિ સરકારી કર્મચારી હોય તો પેન્શન અને અન્ય લાભ મળશે. પછી ભલે આ કેસ પેન્ડિંગ હોય. જો પતિ કોઈ પ્રાઈવેટ કંપનીમાં કાર્યરત હતો અને તેની ગ્રેચ્યુટી કે અન્ય લાભ હતા તો પત્ની આનો દાવો કરી શકે છે.

હિન્દુ દત્તક અને ભરણપોષણ અધિનિયમ,1956ની કલમ 19 હેઠળ, જો પત્ની તેના સાસરિયાઓ પર આશ્રિત હોય અને તેની પાસે આજીવિકાનું કોઈ સાધન ન હોય, તો તે પતિના માતાપિતા અથવા મિલકતના અન્ય વારસદારો પાસેથી ભરણપોષણ માંગી શકે છે.આ ત્યારે જ લાગુ પડે જ્યારે પત્ની પાસે કોઈ સહારો ન હોય.

જો પતિના નામ પર કોઈ જીવન વીમા પોલિસી હતી અને પત્ની તેમાં નોમિની હતી. તો તેને વિમાની રકમ મળશે.જો વીમામાં પત્નીનું નામ નોમિની તરીકે ઉલ્લેખિત ન હોય, તો પણ તે પોતાના હકોનો દાવો કરી શકે છે, ખાસ કરીને જો તે કાનૂની વારસદાર હોય તો.

જો પત્ની ગરીબ કે અસહાય હોય ટુંકમાં તેની પાસે પોતાની આવકનો કોઈ સ્ત્રોત ન હોય, તો તે વિધવા પેન્શન યોજના હેઠળ સરકારી સહાય મેળવી શકે છે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓમાં વિધવા મહિલાઓને પેન્શન આપવામાં આવે છે.તો ચાલો જાણીએ કઈ પરિસ્થિતિમાં પત્નીને મેન્ટેન્સ નહી મળે?જો પત્નીએ પહેલાથી જ પતિથી છૂટાછેડા લઈ લીધા હોય અને ભરણપોષણનો નિકાલ થઈ ગયો હોય, તો પતિના મૃત્યુ પછી તેને ભરણપોષણનો કોઈ અધિકાર રહેશે નહીં.

(અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image: Symbolic Image)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
