Banaskantha : ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ એકશનમાં, 223 અસામાજિક તત્વોની તૈયાર કરાઈ યાદી, જુઓ Video
અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં પોલીસે અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ માટે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે.
ગુજરાતમાં સતત અસામાજિક તત્વોનો આતંક સામે આવતા ભૂપેન્દ્ર પટેલ પણ એકશન મોડમાં આવી ગયા છે. જેમને ગઈકાલે મળેલી બેઠકમાં રાજ્યના DGP વિકાસ સહાયનો ઉધડો લીધો હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. જેના પગલે DGP વિકાસ સહાયે કડક પગલા ભરવા આદેશ આપ્યા છે. ગુનાખોરી અને ગુંડાતત્વો સામે કડકાઈથી પગલાં ભરવા આદેશ કરાયા છે.જેના ભાગ રુપે બનાસકાંઠા જિલ્લામાં પોલીસે અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ માટે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે.
223 અસામાજિક તત્વોની તૈયાર કરાઈ યાદી
બનાસકાંઠાના પાલનપુર અને ડીસા સહિતના શહેરોમાં તથા અમીરગઢ બોર્ડર પર ખાસ ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.આ દરમિયાન, નશાકારક પદાર્થો, હથિયારો અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 223 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા લોકો પર પોલીસ કડક કાર્યવાહી કરશે. આ સાથે જ સાથે ગેરકાયદે રહેતા તત્વોના ઘર પર બુલડોઝર ફરી વળશે.