42 બોલમાં 113 રન… ઈશાન કિશનનો શાનદાર સ્ટ્રાઈક, આ વખતે SRHનો સ્કોર 300ને પાર !
સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2024માં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા અને હવે IPLની 18મી સિઝન માટે આ ટીમે વધુ મોટો ધમાકો કરવાની તૈયારી કરી છે, અને આ ધમાકાનું કારણ ટીમમાં ઈશાન કિશનની એન્ટ્રી છે. ઈશાન કિશને નવી ટીમમાં જોડાતાની સાથે જ વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કરી IPL 2025 શરૂ થતા પહેલા જ ધમાકેદાર ટ્રેલર બતાવી દીધું હતું.

ઈશાન કિશનને સનરાઈઝર્સ હૈદરાબાદે 11 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કાવ્યા મારનની ટીમનો દાવ હવે બિલકુલ સાચો સાબિત થઈ રહ્યો છે, કારણ કે IPL 2025 શરૂ થાય તે પહેલાં જ ઈશાન કિશને બેટથી તબાહી મચાવી દીધી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે અને ત્યાં ઈન્ટ્રા-સ્ક્વોડ મેચો પણ ચાલી રહી છે અને આવી બે મેચોમાં, ઈશાન કિશને માત્ર 42 બોલમાં 113 રન બનાવ્યા હતા.

ઈશાન કિશને પહેલી મેચમાં માત્ર 23 બોલમાં 64 રન બનાવ્યા હતા અને મંગળવારે રમાયેલી બીજી મેચમાં આ ખેલાડીએ 19 બોલમાં 49 રન બનાવ્યા હતા.

ઈશાન કિશન જે ફોર્મમાં જોવા મળી રહ્યો છે તે વિરોધી બોલરો માટે બિલકુલ સારા સમાચાર નથી. ખાસ કરીને જ્યારે બધા બોલરો પહેલાથી જ તેના બે સાથી ખેલાડીઓથી ડરતા હોય છે.

હા, આ વખતે ઈશાન કિશન ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા સાથે બેટિંગ કરતો જોવા મળશે. મોટી વાત એ છે કે હેનરિક ક્લાસેન અને નીતિશ કુમાર રેડ્ડી પણ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવનમાં હશે, તેથી જો આ વખતે સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 300ને પાર થશે તો તે આશ્ચર્ય નહીં થાય. (All Photo Credit : INSTAGRAM / X / SRH)
ઈશાન કિશન IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમશે. સનરાઈઝર્સ હૈદરાબાદ IPL 2024માં ફાઈનલમાં KKR સામે હારી ગયું હતું. આ વર્ષે તેમની નજર ટ્રોફી પર છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

































































