
ઈન્સ્ટાગ્રામ
ઈન્સ્ટાગ્રામ એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેના દ્વારા તમે ફોટા અને વીડિયો શેર કરી શકો છો. તે ખાસ કરીને ફોટો અને ક્લિપ્સ શેર કરવા માટે બનાવવામાં આવ્યું છે અને તેમાં ફિલ્ટર્સ, કૅપ્શન્સ, હેશટેગ્સ અને અન્ય સામાજિક મીડિયા સુવિધાઓ શામેલ છે. તમે એપ અને વેબ બ્રાઉઝર બંને પર Instagram નો ઉપયોગ કરી શકો છો.
આ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પણ આવકનું સાધન બની ગયું છે. અહીં રીલ્સ પોસ્ટ કરીને અને વ્યુઝ ભેગા કરીને યુઝર્સ સારી રકમ કમાઈ શકે છે. તમે તમારી ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં તમારી માહિતી, ફોટા અને બાયો ઉમેરી શકો છો. તમે તમારી ફોટોગ્રાફી, વીડિયો, સ્ટોરીઓ અને અન્ય પ્રકારની પોસ્ટ પણ શેર કરી શકો છો. તમે #નો ઉપયોગ કરીને તમારી પોસ્ટ બીજા સુધી પહોંચાડી શકો છો અને ટ્રેન્ડ્સને જોઈ શકો છો. તેના સ્ટોરીઝ ફીચર દ્વારા તમે 24 કલાક માટે તમારા ફોટા અને વીડિયો શેર કરી શકો છો, જે સમય પૂરો થયા પછી આપમેળે અદૃશ્ય થઈ જાય છે. Instagram ના ઇન્ટરફેસ યુઝર્સને તેમની પોસ્ટને એડિટ કરવા, ડિઝાઇન કરવા અને શેર કરવાની મંજૂરી આપે છે.
Instagram એ વિઝ્યુઅલ કન્ટેન્ટને શેર કરવા અને કનેક્ટ કરવા માટેનું એક માધ્યમ છે અને લોકોને મોટા કમ્યુનિકેશન નેટવર્કમાં જોડે છે. તમે અહીં ઈન્સ્ટાગ્રામના નાના અને મોટા ફીચર્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણી શકો છો. અહીં તમને એ પણ જણાવવામાં આવશે કે તમે ઈન્સ્ટાગ્રામ પર કેવી રીતે પૈસા કમાઈ શકો છો અને તેનું વેરિફાઇડ સબસ્ક્રિપ્શન કેવી રીતે મેળવશો.
Tips and Tricks: ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવાની સૌથી સરળ ટ્રિક, આજે જાણી લેજો
જો તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો અને વધતા અને ઘટતા ફોલોઅર્સથી પરેશાન છો, તો આ માહિતી તમારા માટે છે. આ પછી તમારા ફોલોઅર્સ અને વ્યુઝ વધવા લાગશે. તમારે તમારા એકાઉન્ટ પર કન્ટેન્ટ પોસ્ટ કરતા પહેલા આ ત્રણ ભૂલો કરવાનું ટાળવું પડશે.
- Devankashi rana
- Updated on: Mar 16, 2025
- 1:58 pm
Instagram પર હવે ટચ કર્યા વગર પણ Reels કરી શકશો સ્ક્રોલ ! જાણી લો આ ગજબની ટ્રિક
તમારે તમારા Phoneમાં એક નાનું સેટિંગ કરવું પડશે. આ પછી તમને રીલ્સને સ્ક્રોલ પણ નહીં કરવી પડે અને રિલ ઓટોમેટિક બદલાતી રહેશે.
- Devankashi rana
- Updated on: Feb 21, 2025
- 11:25 am
જો તમારું Instagram ID સસ્પેન્ડ થઈ જાય તો તેને કેવી રીતે ઠીક કરવું? આ રહી સહેલી રીત
જો તમારું Instagram ID સસ્પેન્ડ થઈ જાય તો તેને કેવી રીતે ઠીક કરવું? આજકાલ ઘણા યુઝર્સને એવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક સસ્પેન્ડ થઈ રહ્યું છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ઉપયોગી છે. તમારું એકાઉન્ટ કેવી રીતે પાછું મેળવવું તે અહીં જાણો.
- Meera Kansagara
- Updated on: Feb 9, 2025
- 1:34 pm
Tech Tips : તમારા Insta accountને Facebookથી કેવી રીતે કરશો ડિસ્કનેક્ટ? જાણો સરળ ટ્રિક
Disconnect Insta From Fb: Instagram પર કોઈ સ્ટોરી કે પોસ્ટ શેર કરો ત્યારે તે Instagramની સાથે Facebook પર પણ શેર થઈ જાય છે. ત્યારે જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તમારા Instagramને Facebook ડિસકનેક્ટ કરવા માંગો છો તો અહીં તમને સરળ ટ્રિક જણાવી રહ્યા છે
- Devankashi rana
- Updated on: Jan 25, 2025
- 9:28 am
Phone Tips : Instagram પર સસ્પેન્ડ થયેલા અકાઉન્ટને કેવી રીતે કરશો રિકવર ? જાણો સરળ ટ્રિક
જો તમારું Instagram એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જાય તો ચિંતા કરશો નહીં. એકાઉન્ટ રિકવર કરવાની આ સૌથી સરળ રીત છે. આ માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, બસ આ સ્ટેપ્સ ફોલો કરો. આ પછી, તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પહેલાની જેમ ચાલવાનું શરૂ થશે અને કોઈ સમસ્યા નહીં રહે.
- Devankashi rana
- Updated on: Dec 24, 2024
- 1:45 pm
Sania Mirza : સાનિયા મિર્ઝા દુબઈમાં કરી રહી છે આ કામ, શેર કરી તસવીર
ભારતની પ્રખ્યાત ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે. આ તસવીર તેની ટેનિસ એકેડમી સાનિયા મિર્ઝા ટેનિસ એકેડમી (SMATA)ની છે. સાનિયાની ટેનિસ એકેડમી ભારતથી દુબઈ સુધી ફેલાયેલી છે.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2024
- 7:15 pm
Instagram પર હવે કોઈ નહીં વાંચી શકે તમારી “ચેટ” ! આ રીતે કરો મેસેજને “Hide”, જાણો સરળ ટ્રિક
જો તમારા ઇન્સ્ટાગ્રામ પર કોઈ ખાસ ચેટ્સ છે જે તમે કોઈ બીજુ વાંચે તે ઈચ્છાતા નથી, તો તમે આ ખાસ ચેટ્સ છુપાવી શકો છો. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ તમને "હાઈડ ચેટ" નો ઓપ્શન આપતું નથી, પરંતુ એવી ઘણી રીતો છે જેના દ્વારા તમે તમારી ચેટને હાઈડ કરી શકો છો.
- Devankashi rana
- Updated on: Dec 2, 2024
- 11:17 am
Dudu Bubuની મસ્તી તમને હસાવીને પેટમાં દુખાડી દેશે, કેવો રહ્યો ગોવા જવાનો પ્લાન, જુઓ વીડિયો
આજકાલ સોશિયલ મીડિયા લોકોનું મનોરંજન પુરું પાડે છે, જે રીતે ગુજરાતીમાં ફની બની કાર્ટુન વીડિયો લોકોને ખુબ પસંદ આવે છે. તેવી અન્ય એક જોડી જે દુદુ બબુની છે. તેના ફની વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે.
- Nirupa Duva
- Updated on: Nov 21, 2024
- 6:00 pm
Google સર્ચમાં નહીં દેખાય હવે તમારા Instagramના ફોટા ! કરી લો બસ આ સેટિંગ
તમારા Instagram ફોટા અને વીડિયો Google સર્ચમાં દેખાતા અટકાવી શકાય છે. જો તમારું Instagram એકાઉન્ટ public છે, તો તમારા ફોટા Google search માં દેખાઈ શકે છે. પરંતુ, Instagram ના સેટિંગ્સમાં એક સરળ ટોગલ બદલીને તમે આ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.
- Devankashi rana
- Updated on: Nov 18, 2024
- 12:40 pm
જો Instagram Post ભૂલથી થઈ જાય ડિલીટ તો શુ કરશો? જાણો અહીં સરળ ટ્રિક
સારી વાત એ છે કે ઇન્સ્ટાગ્રામ તેના યુઝર્સને રીલ અને પોસ્ટને રિ-સ્ટોર કરવાની તક પણ આપે છે, પરંતુ ઘણા યુઝર્સ આ વિશે જાણતા નથી અને તેઓ તેમની પોસ્ટને રિ-સ્ટોર કરવામાં અસમર્થ છે. અહીં અમે તમને જણાવીએ છીએ કે તમે તમારી પોસ્ટને કેવી રીતે રિસ્ટોર કરી શકો છો.
- Devankashi rana
- Updated on: Oct 26, 2024
- 12:00 pm
Ratan tata : ઇન્સ્ટાગ્રામ પર લોકો પ્રેમ વરસાવી રહ્યા છે, 4 દિવસમાં વધ્યા 1 મિલિયન ફોલોઅર્સ
Ratan Tata Instagram : રતન ટાટા લોકોના દિલ પર રાજ કરતા હતા અને કરતા રહેશે. ઇન્સ્ટાગ્રામ પર તેમના વધતા ફોલોઅર્સ આ વાતની સાક્ષી આપી રહ્યા છે. રતન ટાટાના અવસાન બાદથી તેમના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં 10 લાખથી વધુનો વધારો થયો છે. રતન ટાટા ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ એટલે કે ટ્વીટર પર પણ ખૂબ એક્ટિવ હતા.
- Meera Kansagara
- Updated on: Oct 14, 2024
- 1:53 pm
Facebook, Instagram, WhatsApp ની પેરેન્ટ કંપની META ને મોટો ઝટકો, યુઝર્સના પાસવર્ડ સાથે છેડછાડ કરવાના કેસમાં 10 કરોડથી વધુનો દંડ
કમિશનના ડેપ્યુટી કમિશનર ગ્રેહામ ડોયલનું કહેવું છે કે દુરુપયોગના જોખમને ધ્યાનમાં રાખીને, વપરાશકર્તાઓના પાસવર્ડ કોઈપણ કોડ વિના સંગ્રહિત ન હોવા જોઈએ. તેની ટિપ્પણીમાં, મેટાએ જણાવ્યું હતું કે સુરક્ષા સમીક્ષામાં આ 'ભૂલ' પકડાઈ હતી અને તેને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.
- Tanvi Soni
- Updated on: Sep 28, 2024
- 8:51 am
એરપોર્ટ પર દિવ્યા દત્તા સાથે ખરાબ વર્તન ! અભિનેત્રીએ વીડિયો શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, જુઓ-video
દિવ્યા દત્તાએ ગઈ કાલે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. દિવ્યા તેના જન્મદિવસના બીજા દિવસે વહેલી સવારે ગુસ્સે થઈ ગઈ. દિવ્યા દત્તાએ ગુરુવારે એરપોર્ટનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો સાથે દિવ્યાએ એરલાઈન કંપનીની ગેરરીતિઓને સખત ઠપકો આપ્યો છે.
- Devankashi rana
- Updated on: Sep 26, 2024
- 1:00 pm
PM Narendra Modi Birthday : ફેસબુકથી લઈને Instagram સુધી, સોશિયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ છે PM મોદીના
Narendra Modi Birthday : વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 74મો જન્મદિવસ છે. તેમની લોકપ્રિયતામાં સોશિયલ મીડિયા મહત્વનો ભાગ ભજવે છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, દરેક જગ્યાએ તેના કરોડો ફોલોઅર્સ છે. ચાલો જાણીએ પીએમ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ફોલોઅર્સની સંખ્યા વિશે.
- TV9 Gujarati
- Updated on: Sep 17, 2024
- 9:01 am
મારે કપડાં મેચિંગ કરવા છે….ગીત પાછળ ગુજ્જુ યુવાનો-યુવતીઓ પાગલ, બનાવી રહ્યા છે રિલ્સ, આખરે શું છે આ ગીતમાં
Maare Kapda Matching Karva Chhe : હમણાંથી ગુજરાતી ગીત ખૂબ જ ફેમસ થઈ રહ્યા છે. તે મુવીના હોય કે આલ્બમ સોન્ગ હોય. અત્યારે જો કોઈ રિલ્સમાં ફેમસ સોન્ગ ચાલી રહ્યું હોય તો તે છે-મારે કપડાં મેચિંગ કરવા છે. ગુજરાતના યુવાનો-યુવતીઓ આ સોન્ગ પર ખૂબ જ રિલ્સ બનાવી રહ્યા છે.
- Meera Kansagara
- Updated on: Sep 12, 2024
- 1:39 pm