AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિઝનેસ

બિઝનેસ

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન અને વિતરણ માટે કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય તેમની સેવાઓ દ્વારા સમાજની જરૂરિયાતોને સંતોષીને નફો મેળવવાનો છે.

વ્યવસાય કાયદેસર રીતે માન્યતા પ્રાપ્ત સંસ્થા પણ કહી શકાય. જેની રચના ગ્રાહકોને ઉત્પાદન અથવા સેવા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. વ્યવસાયને ‘કંપની’, ‘એન્ટરપ્રાઇઝ’ અથવા ‘ફર્મ’ પણ કહેવામાં આવે છે. મૂડીવાદી અર્થતંત્રોમાં વ્યાપારનું આગવું સ્થાન છે, જે મોટાભાગે ખાનગી હોય છે અને નફો કમાવવાના ઉદ્દેશ્ય સાથે કામ કરે છે. પરંતુ સહકારી સંસ્થાઓ અને સરકાર દ્વારા સંચાલિત સંસ્થાઓ ઘણીવાર નફા સિવાયના અન્ય ઉદ્દેશ્યોને માટે પણ કરવા માટે રચાય છે.

વ્યાપાર તે સમાજનો આવશ્યક ભાગ છે. તે વ્યાપારી પ્રવૃત્તિઓના વિશાળ નેટવર્ક દ્વારા વિવિધ સામાન અને સેવાઓ પ્રદાન કરીને આપણી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

Read More

Stock Market: ₹22,000 કરોડથી વધુના શેર વેચ્યા! ડિસેમ્બરમાં વિદેશી રોકાણકારોએ શેર વેચવાનું ચાલુ જ રાખ્યું, આ સેક્ટરોને ફટકો પડ્યો

ડિસેમ્બરના પહેલા પખવાડિયામાં વિદેશી રોકાણકારો ખૂબ જ આક્રમક વેચાણકર્તા રહ્યા, જેના કારણે ઘણા મોટા સેક્ટરમાં દબાણ જોવા મળ્યું. ફાઇનાન્સિયલ સર્વિસ, IT સર્વિસ, હેલ્થકેર, પાવર, FMCG અને કેપિટલ ગૂડ્સ જેવા મુખ્ય સેક્ટરમાં FII ના આઉટફ્લોએ બજારની ધારણાને નબળી પાડી છે.

જનતાના અભિપ્રાય સાથે બનશે કેન્દ્રીય બજેટ 2026, નાણાં મંત્રાલયે શરૂ કરી પ્રી-બજેટ પ્રક્રિયા

કેન્દ્રીય બજેટ 2026 માટે નાણાં મંત્રાલયે પ્રી-બજેટ પ્રક્રિયા શરૂ કરી છે. MyGovIndia દ્વારા સામાન્ય નાગરિકો પાસેથી સૂચનો આમંત્રિત કરાયા છે જેથી જનભાવનાને મહત્વ આપી શકાય.

‘ફ્યુઅલ કાર્ડ’ તમારા ખિસ્સાનો ભાર ઘટાડશે! મફત પેટ્રોલ ભરાવવાથી લઈને હોટલ બુકિંગ સુધી તમામ સુવિધાઓ એક જ કાર્ડમાં

પેટ્રોલ અને ડીઝલ પર તમે મોટી છૂટ મેળવી શકો છો. જો તમે પેટ્રોલ અને ડીઝલ માટે “સ્માર્ટ કાર્ડ” વિશે જાણો છો, તો આ કાર્ડ તમારા માટે ખાસ છે. ટૂંકમાં મફત પેટ્રોલ ભરાવવાથી લઈને હોટલ બુકિંગ સુધીની તમામ સુવિધાઓ એક જ કાર્ડમાં મળી શકે છે.

Finance Tips : આજકાલ બચત કરવી કેમ મુશ્કેલ બની ગઈ છે? સાચું કારણ જાણી લો

આજના સમયમાં બચત કરવી એક મોટો પડકાર છે. ખર્ચમાં વધારો, EMIનું ભારણ, બદલાતી જીવનશૈલી, સોશિયલ મીડિયા દબાણ અને નોકરીની અનિશ્ચિતતા જેવા કારણો બચતને મુશ્કેલ બનાવે છે.

Stock Market: બાસમતી ચોખાના બિઝનેસમાં જોડાયેલી કંપની રોકાણકારોને ‘બોનસ શેર’ આપશે, આ તારીખે ડીમેટ ખાતામાં મફતના સ્ટોક આવશે

મલ્ટિબેગર સ્મોલકેપ સ્ટોક તેના રોકાણકારોને બોનસ શેર ઓફર કરવા જઈ રહી છે અને તેના માટેની રેકોર્ડ ડેટ પણ જાહેરાત કરી દીધી છે. એવામાં સવાલ એ છે કે, શું આ જાહેરાત બાદ શેરમાં ઉછાળો આવશે કે નહીં?

મુકેશ અંબાણીના રિલાયન્સના શેરમાં આટલો મોટો ઉછાળો.. શું હવે આવી ગયો નફો બુક કરવાનો સમય ?

2025માં રિલાયન્સ શેરે 28% વૃદ્ધિ સાથે રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે, જે Jio અને રિટેલ બિઝનેસની મજબૂત કામગીરીને આભારી છે. શેર સર્વકાલીન ઊંચાઈ નજીક પહોંચ્યો છે.

Post Office ની જબરદસ્ત સ્કીમ, આરામથી ભેગા થઈ જશે 40 લાખ રૂપિયા

પોસ્ટ ઓફિસની PPF યોજના ભવિષ્ય માટે સુરક્ષિત અને કરમુક્ત ભંડોળ બનાવવા માટે ઉત્તમ વિકલ્પ છે. સરકારની ગેરંટી સાથે 7.1% વ્યાજ, કલમ 80C હેઠળ કર છૂટ અને બજારના જોખમથી મુક્ત આ યોજના લાંબા ગાળાની બચત માટે આદર્શ છે.

HDFC બેંકથી લઈને ITC સુધી, આ શેરોમાં વિદેશી રોકાણકારોનો સૌથી વધુ દબદબો, જાણો

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા ભારે વેચવાલી થવાને કારણે 2025માં ભારતીય શેરબજાર અને રૂપિયો બંને દબાણ હેઠળ રહ્યા છે. તેમ છતાં, HDFC બેંક, ITC અને ઇન્ફોસિસ જેવી મજબૂત ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ હજુ પણ યથાવત છે.

Personal Loan Rates: SBI કરતા પણ સસ્તું વ્યાજ, આ 2 બેંકોમાં લોન લેવી પડશે ફાયદાકારક

પર્સનલ લોન લેનારાઓ માટે 2025માં આવ્યા સૌથી મોટા ખુશખબર! જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ સમય છે. રેપો રેટમાં 1.25%નો ઘટાડો થતાં હવે બેંકોના વ્યાજ દરોમાં મોટો કડાકો બોલાયો છે. હવે તમે માત્ર 9.75% થી 9.99% ના વ્યાજ દરે સસ્તી પર્સનલ લોન મેળવી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ સૌથી નીચો દર છે, જેનાથી તમારા EMI નો બોજ ઘટશે.

NPS New Rules : વૃદ્ધાવસ્થામાં પૈસા જ પૈસા! જાણો કેવી રીતે આ સરકારી યોજના બની શકે છે તમારી ‘જીવનરક્ષક’

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હવે નિવૃત્તિ આયોજન માટે વધુ લાભદાયક બની છે. નવા નિયમો હેઠળ, ₹8 લાખ સુધીના ભંડોળનો સંપૂર્ણ ઉપાડ શક્ય છે, અને રોકાણ માટેની મહત્તમ ઉંમર મર્યાદા વધારી દેવામાં આવી છે.

Jioની નવી સેવા શરૂ, કોલ આવતાં જ નકલી કોલર્સનું સાચું નામ આવશે સામે

Jioએ ભારતના અનેક રાજ્યોમાં પોતાની CNAP સેવા શરૂ કરી છે. આ નવી સુવિધા હેઠળ, કોલ આવતાં જ મોબાઇલ સ્ક્રીન પર કોલ કરનાર વ્યક્તિનું સાચું નામ તરત જ દેખાશે. આ ફીચરથી નકલી અને ફ્રોડ કોલ્સને ઓળખવું હવે વધુ સરળ બનશે. ચાલો જાણીએ કે આ સેવા કેવી રીતે કામ કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

કોટક મહિન્દ્રા બેંક પર RBI નો હથોડો, નિયમોની ઐસીતૈસી કરતા લગાવ્યો ₹62 લાખનો દંડ!

દેશની અગ્રણી ખાનગી બેંક 'કોટક મહિન્દ્રા બેંક' પર ભારતીય રિઝર્વ બેંકે (RBI) કડક કાર્યવાહી કરી છે. બેંકિંગ સંચાલનમાં ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘન બદલ RBI એ બેંક પર ₹61.95 લાખનો આકરો દંડ ફટકાર્યો છે. જાણો વિગતે.

હવે કોઈ કર્મચારી PF વગર નહીં રહે: EES-2025 યોજના હેઠળ નોંધણીની પ્રક્રિયા થઈ સરળ

જો તમે ક્યાંક નોકરી કરો છો અને તમારી કંપનીએ અત્યાર સુધી તમારું PF (પ્રોવિડન્ટ ફંડ) કાપ્યું નથી, તો તમારા માટે સારા સમાચાર છે. સરકારે 'EES-2025' નામની એક નવી યોજના બહાર પાડી છે. જાણો તે યોજના વિશે.

Gold Price Today : સતત ત્રણ દિવસ વધારા પછી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, જાણો 22 અને 24 કેરેટના લેટેસ્ટ ભાવ

જો તમારા ઘરે લગ્નપ્રસંગ છે અને તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. લગ્નની સીઝનમાં જ્યારે દાગીનાની જરૂરિયાત વધુ હોય છે, ત્યારે કિંમતોમાં આ ઘટાડો મધ્યમ વર્ગના પરિવારો માટે મોટી રાહત સમાન છે. દિલ્હી, અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં સોનું સસ્તું થયું છે, જેનો લાભ લઈને તમે તમારા બજેટમાં વધુ સારી ખરીદી કરી શકો છો.

શેરબજારમાં સાન્તાક્લોઝ રેલીની એન્ટ્રી! શું વર્ષના અંતિમ સાત દિવસોમાં થશે નફાનો વરસાદ? જાણો ઇતિહાસ શું કહે છે

શેરબજારમાં વર્ષાંતે જોવા મળતી 'સાન્તાક્લોઝ રેલી' રોકાણકારો માટે સુવર્ણ તક લાવે છે. છેલ્લા દસ વર્ષના આંકડા દર્શાવે છે કે નાના શેરોએ આ સમયગાળામાં 100% સકારાત્મક વળતર આપ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">