AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મારા વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી … IPL 2025 પહેલા શ્રેયસ અય્યરનું મોટું નિવેદન

તાજેતરમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બનાવવામાં શ્રેયસ અય્યરે મોટી ભૂમિકા ભજવી હતી છે. ગયા વર્ષે તેણે પોતાની કેપ્ટનશીપમાં KKRને IPL ચેમ્પિયન પણ બનાવ્યું હતું. હવે ફરી શ્રેયસ અય્યર IPL 2025માં ધમાલ મચાવવા તૈયાર છે, જોકે આ વખતે તે કોલકાતા નહીં પણ પંજાબ કિંગ્સનો કેપ્ટન હશે. જો કે IPL સિઝન શરૂ થતા પહેલા તેને મોટું નિવેદન આપ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

| Updated on: Mar 18, 2025 | 6:09 PM
Share
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે IPL 2025 શરૂ થતા પહેલા કહ્યું હતું કે તેમની વિરુદ્ધ કેટલીક વાતો ફેલાવવામાં આવી હતી જે ખોટી હતી. તેની ખરાબ છાપ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોતાની મહેનતના કારણે તે પુનરાગમન કરવામાં સફળ રહ્યો.

1 / 6
શ્રેયસ અય્યરે PTIને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'કદાચ કોઈ છાપ ઉભી થઈ હતી અથવા કદાચ હું ટાઈપકાસ્ટ હતો. પણ મને હંમેશા મારી શક્તિ અને ક્ષમતાઓમાં વિશ્વાસ હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં તેની શોર્ટ બોલ રમવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તેણે પોતાના પ્રદર્શનથી બધાને ખોટા સાબિત કર્યા.

2 / 6
ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી સહિત તાજેતરની આઠ વનડેમાં શ્રેયસે ચોથા નંબરે બેટિંગ કરી અને 53ની સરેરાશથી રન બનાવ્યા. શ્રેયસ અય્યરે કહ્યું, 'રમતની ગતિશીલતા બદલાતી રહે છે તેમ એક ખેલાડીએ સતત વિકાસ કરવો પડે છે. મને ખુશી છે કે મેં સકારાત્મક વલણ રાખ્યું અને મારી પ્રક્રિયા પર વિશ્વાસ રાખ્યો.'

3 / 6
શ્રેયસ અય્યરે કહ્યું કે તેને નંબર 4 પર બેટિંગ કરવામાં સૌથી સારું લાગે છે. તેણે 2023ના વર્લ્ડ કપમાં 530 રન બનાવ્યા હતા અને તાજેતરની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો ટોપ સ્કોરર પણ હતો. તેણે કહ્યું, 'મને લાગે છે કે મને નંબર 4 પર બેટિંગ કરવા માટે બનાવવામાં આવ્યો છે. તે મને એવો અહેસાસ કરાવે છે કે આ તે જગ્યા છે જ્યાં હું મારું શ્રેષ્ઠ રમું છું.'

4 / 6
ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન શ્રેયસે સ્પિન બોલરો સામે સ્ટ્રાઈક રોટેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે કહ્યું, 'મુંબઈમાં ઘાસ વગરની વિકેટ પર રમવાનો અનુભવ મને કામ લાગ્યો. મેં શરૂઆતથી જ શીખ્યું હતું કે આવી પિચો પર રમવા માટે મજબૂત ફૂટવર્ક હોવું જરૂરી છે.'

5 / 6
જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમમાં રમવાની વિશે પૂછવામાં આવતા અય્યરે કહ્યું, 'હું આવનારી બાબતો વિશે વધુ વિચારવા માંગતો નથી. અત્યારે હું પંજાબ કિંગ્સ સાથે મારી ભૂમિકા ભજવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. શ્રેયસે કહ્યું કે તેને ક્રિકેટ સિવાય પણ જીવનનો આનંદ છે. તેણે કહ્યું, 'ક્રિકેટની બહાર પણ જીવન છે - પરિવાર, મિત્રો, શોખ અને જાદુની ટ્રિક્સ. મને આવો વિરામ (આરામ) ગમે છે.' (All Photo Credit : PTI / Getty)

6 / 6

IPL 2025માં શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સની કપ્તાની કરશે, ગત વર્ષે તેની કપ્તાનીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન બન્યું હતું. આ વખતે પંજાબને તે ચેમ્પિયન બનાવશે તેવી ફેન્સને આશા છે. શ્રેયસ અય્યર સાથે જોડાયેલ સમાચાર વાંચવા કરો ક્લિક

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">