ટેકનોલોજી
ટેક્નોલોજી એટલે વ્યવહારિક હેતુઓ માટે આપણે જે સાયન્સ નોલેજનો ઉપયોગો કરીએ તે એટલે ટેક્નોલોજી. પછી ભલે તે ઉદ્યોગમાં હોય કે આપણા રોજિંદા જીવનમાં. તેથી મૂળભૂત રીતે જ્યારે પણ આપણે આપણા વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ, ત્યારે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. ટેકનિકલ શબ્દો ગણિત અને વિજ્ઞાનના ઉપયોગનો સંદર્ભ આપે છે. આદિકાળથી માનવ ટેક્નોલોજીનો ઉપયોગ કરતો આવ્યો છે.
દરેક ક્ષેત્ર માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, કૃષિ ક્ષેત્રે, ઈન્ફોર્મેશન ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે, કન્સ્ટ્રક્શન ક્ષેત્રે વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ટેક્નોલોજીમાં સર્વિસ અથવા પ્રોડક્ટના ઉત્પાદન માટેની ટેક્નોલોજી, સ્કિલ, પદ્ધતિઓ, પ્રક્રિયાઓ વગેરેનો સમાવેશ થાય છે.
ટેક્નોલોજીએ પણ સમાજમાં મહત્વપૂર્ણ પરિવર્તનો લાવ્યા છે. પ્રિન્ટીંગ પ્રેસ, ટેલિફોન અને ઈન્ટરનેટ સહિતની તાજેતરની ટેક્નોલોજીએ શોધોએ સંચારમાં સુધારો કર્યો છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, વાસણો, મશીનો અથવા સાધનો જેવી દૃશ્યમાન વસ્તુઓ સિવાય, સોફ્ટવેર જેવી અદ્રશ્ય વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. વિજ્ઞાન, એન્જિનિયરિંગ, મેડિકલમાં અને રોજિંદા જીવનમાં ટેક્નોલોજી મહત્વની ભૂમિકા ભજવે છે.