રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP

18 March 2025

By: Mina Pandya

આજકાલ હાઈબ્લડ પ્રેશર હોય કે હાઈપરટેન્શન એક આમ સમસ્યા બની ગઈ છે. આ સ્થિતિ ત્યારે ઉદ્દભવે છે જ્યારે લોહીનું દબાણ ધમનીઓ પર વધે છે. જો સમયસર તેનો ઈલાજ ન કરવામાં આવે તો આ એક ગંભીર સમસ્યા બની શકે છે. 

By: Mina Pandya

આવો જાણીએ  ડૉ રમણ કુમાર પાસેથી જે લક્ષણો રાત્રે દેખાય છે. સામાન્ય રીતે બ્લડ પ્રેશર 120/80 મીમી HG થી ઓછુ હોય છે. જો તેનાથી વધુ હોય કો હાઈ બ્લડ પ્રેશર ગણાય છે. 

સામાન્ય બ્લડ પ્રેશર?

મોટાભાગે લોકો દિવસે બ્લડ પ્રેશર ચેક કરે છે, પરંતુ રાત્રે પણ તેનુ લેવલ વધી શકે છે. રાતના સમયે વધેલુ BP શરીરમાં અનેક સમસ્યાઓ લાવે છે.

રાત્રે વધે છે BP

જો તમને રાત્રે સૂવામાં મુશ્કેલી થતી હોય, તો તે હાઈ બ્લડ પ્રેશરનો સંકેત હોય છે. હાઈ BP સ્લીપ સાયકલને પ્રભાવિત કરે છે. જેનાથી અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે તણાવ ઓછો કરો અને મેડિટેશન કરો.

અનિંદ્રાની સમસ્યા

જો રાતના સમયે માથાનો દુખાવો થાય તો તેને બિલકુલ નજરઅંદાજ ન કરો, રાત્રે BP વધવાને કારણે માથાનો દુખાવો થઈ શકે છે. જે ક્યારેક ક્યારેક સવાર ઉઠ્યયા બાદ પણ રહે છે. આ હાઈ BPનો સંકેત હોઈ શકે છે. 

રાત્રે માથાનો દુખાવો

હાથ-પગમાં બળતરા થવી પણ હાઈ BPનો સંકેત હોઈ શકે છે. વધેલા બ્લડ પ્રેશરને કારણે શરીરમાં ગરમી અનુભવાય છે. જેનાથી જલન કે ઝણઝણાટી થઈ શકે છે. આ લક્ષણને નજર અંદાજ ન કરો. 

જલન કે જણજણાટી

જો રાત્રે તમને તણાવ કે બેચેની અનુભવાય તો, તે પણ હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ હોઈ શકે છે. બીપી વધવાથી કાર્ટિસોલ હોર્મોનનું લેવલ વધી જાય છે. જે માનસિક તણાવને વધારી શકે છે.

તણાવ અને બેચેની 

જો રાત્રિના સમયે આ સમસ્યાઓ અનુભવાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરો, યોગ્ય સમયે ઈલાજ અને જીવનશૈલીમાં સુધારથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે. 

તણાવ અને બેચેની