કાનુની સવાલ : શું તમારા મકાનમાલિકે પણ સિક્યોરિટી ડિપોઝિટ પરત કરી નથી? તો ભાડૂઆતના કાનૂની અધિકારો શું છે, જાણો
ભારતમાં ભાડૂઆતોને સિક્યોરિટી ડિપોઝિટ પાછી મેળવવાનો કાનૂની અધિકાર છે.એગ્રીમેન્ટ, પુરાવા અને વાટાઘાટો દ્વારા આ શક્ય છે. જો જરુર પડવા પર કાનૂની નોટિસ ગ્રાહક ફોરમ અથવા કોર્ટનો પણ સહારો લઈ શકો છો.જાગ્રૃત રહેવું ખુબ જરુરી છે.

ભારતમાં ભાડૂઆતના મકાનમાં રહેનાર લોકોને અનેક કાનૂની અધિકારો અને જવાબદારીઓનું પાલન કરવાનું હોય છે. જેમાં સૌથી મહત્વ છે સિક્યોરિટી ડિપોઝિટ.

સામાન્ય રીતે ભાડૂઆત જ્યારે મકાન છોડે છે અને તેમાં કોઈ ગંભીર નુકસાન ન થાય, તો મકાન માલિકને ડિપોઝિટ પરત આપવાની હોય છે પરંતુ કેટલીક વખત એવું થતું નથી. કોઈ મકાન માલિક કોઈ કારણ વગર દલીલ કરી પૈસા પરત આપતા નથી.

ભાડે ઘ તમે જ્યારે ઘર ખાલી કરી રહ્યા છો, મકાન માલિક પાસે લેખિતમાં એ જરુર લખો કે, કેટલી રકમ પરત આપવામાં આવી રહી છે. આ ભવિષ્યમાં કોઈ વવિાદની સ્થિતિમાં તમારા પક્ષમાં કામ આવશે.ર રાખતા પહેલા એક સ્પષ્ટ એગ્રીમેન્ટ હોવા જરુરી છે. તેમાં એક વાત સ્પષ્ટ હોવી જોઈએ કે, ડિપોઝિટની રકમ કેટલી છે. કેવી રીતે આપવામાં આવી છે. ક્યા ક્યા આધારે આ ડિપોઝિટમાંથી પૈસા કટ કરવામાં આવશે અને રિફંડની પ્રકિયા કેવી રહેશે.

તમે જ્યારે ઘર ખાલી કરી રહ્યા છો, મકાન માલિક પાસે લેખિતમાં એ જરુર લખો કે, કેટલી રકમ પરત આપવામાં આવી રહી છે. આ ભવિષ્યમાં કોઈ વવિાદની સ્થિતિમાં તમારા પક્ષમાં કામ આવશે.

જો આપણે ભાડૂઆતના કાનૂની અધિકારોની વાત કરીએ તો. ભારતમાં સિક્યોરિટી ડિપોઝિટ પર નિયમ દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. જે તેના રેન્ટ કંટ્રોલ એક્ટ હોય છે.મોટાભાગના રાજ્યમાં મકાન માલિક 2થી 3 મહિનાના ભાડાના બરાબરી પર ડિપોઝિટ લઈ શકે છે. જો ભાડૂઆતે મકાન યોગ્ય રીતે પરત કર્યું છે. તો મકાન માલિકે ડિપોઝિટની રકમ પૂર્ણ આપવાનું રહેશે. જો આવું ન કર્યું તો ભાડૂઆત પાસે કાનૂની અધિકારોના વિકલ્પો છે.

કાનૂની પગલું ભરતા પહેલા આપસી સંમંતિ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરો. મેલ કે મેસેજ દ્વારા રિમાઈન્ડર મેસેજ મોકલો, જો આની કોઈ અસર નહી આવે તો વકીલના માધ્યમથી લીગલ નોટિસ મોકલો.જો આમ છતાં કોઈ ઉકેલ ન આવે તો, પછી સિવિલ કોર્ટમાં કેસ કરી શકો છો. જેમાં ભાડુના એગ્રિમેન્ટ, ભાડું આપ્યું છે તેના પુરાવા, ફોટો અને મેસેજ જેવી તમામ વસ્તુઓ આપવાની રહેશે.

તેમજ તમે મકાન માલિકે પૈસા ન આપ્યા તો ટેન્ટ યૂનિયન, કન્ઝ્યુમર ફોરમ કે પછી ઓનલાઈન લીગલ હેલ્પ પ્લેટફોર્મનો સહારો લઈ શકો છો. તમારી થોડી જાગ્રૃતા પણ માત્ર તમારા પૈસા બચાવશે નહી પરંતુ ભવિષ્યમાં એક સારો સંદેશ પણ રહેશે.

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































