KKR vs LSG : નિકોલસ પૂરને એકલાએ ચેન્નાઈ સુપર કિંગ્સ કરતા વધુ સિક્સ ફટકારી, આ 5 રેકોર્ડ તોડ્યા
જ્યારે નિકોલસ પૂરનનું બેટ ચાલે છે, ત્યારે ચોગ્ગા કરતા વધુ છગ્ગાનો વરસાદ થાય છે. IPL 2025ની 21મી મેચમાં પણ આવું જ જોવા મળ્યું. પૂરને KKRના બોલરોને ચકનાચૂર કરી દીધા અને 36 બોલમાં અણનમ 87 રન બનાવ્યા, જેમાં તેણે 8 છગ્ગા ફટકાર્યા. આ ઈનિંગ સાથે, પૂરને ઓરેન્જ કેપ રેસમાં નંબર 1 નું સ્થાન હાંસલ કર્યું. આ સાથે પૂરને ઘણા રેકોર્ડ પણ તોડ્યા. પૂરને એકલા ચેન્નાઈ સુપર કિંગ્સ કરતા પણ વધુ છગ્ગા ફટકાર્યા હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના નિકોલસ પૂરને માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ ખેલાડીએ છેલ્લા પાંચ વર્ષમાં મહત્તમ 7 અડધી સદી ફટકારી છે. એટલું જ નહીં, તેણે IPLમાં 200 ના સ્ટ્રાઈક રેટથી 7 વખત ફિફ્ટી પ્લસ ઈનિંગ્સ રમી છે.

નિકોલસ પૂરન IPLના ઈતિહાસમાં સ્પિનરો સામે સૌથી વધુ સ્ટ્રાઈક રેટ ધરાવતો બેટ્સમેન બની ગયો છે. સ્પિન સામે પૂરનનો સ્ટ્રાઈક રેટ 290 છે.

નિકોલસ પૂરને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 87 રન બનાવીને IPLમાં પોતાનો શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો.

નિકોલસ પૂરને IPLમાં 2000 રન પૂરા કર્યા. આ ખેલાડીએ 1199 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી. તે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર ડાબોડી બેટ્સમેન બની ગયો છે.

નિકોલસ પૂરને વર્ષ 2022 થી અત્યાર સુધીમાં 100 છગ્ગા ફટકાર્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે એકમાત્ર ખેલાડી છે. તેના પછી શિવમ દુબેએ 84 છગ્ગા ફટકાર્યા છે.

નિકોલસ પૂરને આ સિઝનમાં અત્યાર સુધીમાં 24 છગ્ગા ફટકાર્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સની આખી ટીમે મળીને અત્યાર સુધી આટલા સિક્સર ફટકાર્યા નથી. ચેન્નાઈના નામે 23 છગ્ગા છે. આમ તો, લખનૌની ટીમે આ સિઝનમાં IPLમાં સૌથી વધુ 58 છગ્ગા ફટકાર્યા છે.

લખનૌ સુપર જાયન્ટ્સે નિકોલસ પૂરનની મજબૂત ઈનિંગના આધારે 238 રન બનાવ્યા. મિશેલ માર્શે પણ 81 રનની ઈનિંગ રમી. માર્કરામે 47 રન બનાવ્યા. (All Photo Credit : PTI)
લખનૌ સુપર જાયન્ટ્સે IPLમાં બે વાર પ્લેઓફમાં પ્રવેશ્યું છે, પરંતુ ટ્રોફી જીતી શક્યું નથી. IPL 2025માં રિષભ પંતની કપ્તાનીમાં LSG ટ્રોફી જીતવા પ્રયાસ કરશે. લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
