ધોનીએ બાળપણની એક રમુજી વાત શેર કરી, કહ્યું પિતાથી સૌથી વધુ ડરતો હતો
એમએસ ધોનીએ એક પોડકાસ્ટમાં પોતાના બાળપણની વાતો શેર કરી હતી. તેમણે કહ્યું કે,તે તેના પિતાથી કેમ ડરતો હતો. સાથે તેમણે પોતાના પિતા વિશે અદ્દભૂત વાતો પણ શેર કરી હતી.

ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટના મેદાન પર તેના સ્વભાવના કારણે જાણીતો છે. હાલમાં તેમણે એક ઈન્ટરવ્યુમાં કેટલાક મોટા ખુલાસા કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના બાળપણમાં વીતાવેલા દિવસો યાદ કર્યા હતા.

તેમણે તેમના પિતા પાન સિંહના શિસ્ત પ્રત્યેના પ્રેમ અને તેમના પ્રત્યેના ડર જેવી બાબતોનો ઉલ્લેખ કર્યો. ધોનીએ કહ્યું કે, તે તેના પિતાથી ખૂબ ડરતો હતો કારણ કે, તે ખૂબ જ કડક છે અને હંમેશા શિસ્તબદ્ધ રહેવાનું પસંદ કરે છે.

એક પોડકાસ્ટમાં એમએસ ધોનીએ પોતાની પર્સનલ લાઈફને લઈ કેટલીક વાતો શેર કરી હતી.જે ઓછા લોકો જાણતા હશે. તેમણે કહ્યું કે, તેના પિતાનું શિસ્ત તેમને એક સારો વ્યક્તિ બનાવવામાં મદદ કરી છે. પોડકાસ્ટ દરમિયાન તેમણે રાંચીમાં પસાર કરેલા તેના બાળપણના દિવસોને યાદ કર્યા હતા.

પિતા સાથેના સંબંધોને લઈ ધોનીએ કહ્યું મને ખુબ ડર લાગતો હતો. તે ખુબ જ કડક છે. આ જ કારણ છે કે તે ખૂબ જ શિસ્તબદ્ધ પણ છે. એવું નહોતું કે ધોનીના પિતા તેને મારતા હતા પણ ડર હંમેશા હતો.

બાળપણની મસ્તીને વાત યાદ કરી ધોનીએ કહ્યું તેના મિત્રો કોલોનીની દિવાલ ચઢતા હતા પરંતુ તેની અંદર આવું કરવાની હિંમત ન હતી. જો આવું કરતા તેના પિતા તેને જોઈ જાય તો તેને ખ્યાલ હતો કે, આનું પરિણામ શું આવવાનું હતુ. આ કારણે તેના પિતાથી ડરતો હતો.

બાળપણની મસ્તીને વાત યાદ કરી ધોનીએ કહ્યું તેના મિત્રો કોલોનીની દિવાલ ચઢતા હતા પરંતુ તેની અંદર આવું કરવાની હિંમત ન હતી. જો આવું કરતા તેના પિતા તેને જોઈ જાય તો તેને ખ્યાલ હતો કે, આનું પરિણામ શું આવવાનું હતુ. આ કારણે તેના પિતાથી ડરતો હતો.
ધોનીને માહી બનાવવામાં તેના પરિવારની મહત્વની ભૂમિકા છે. ધોનીના પરિવાર વિશે વધુ જાણવા અહી ક્લિક કરો

































































