Vadodara : ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર વડોદરામાં ગોત્રી રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. હજુ ગાંજાના નશામાં રક્ષિતે કરેલા અકસ્માતમાં આરોપીને સજા થઈ નથી ત્યાં વધુ એક વાર વડોદરામાં ડોકટર લખેલી કારના ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર વડોદરામાં ગોત્રી રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. હજુ ગાંજાના નશામાં રક્ષિતે કરેલા અકસ્માતમાં આરોપીને સજા થઈ નથી ત્યાં વધુ એક વાર વડોદરામાં ડોકટર લખેલી કારના ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર પુરઝડપે આવતી કાર ડિવાઈડર પર ઉંધી થઈ હતી. અકસ્માત કરનારા કારચાલકનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. કારચાલકે જણાવ્યું કે નશામાં હતો તો શું થઈ ગયું.
અકસ્માતના CCTV આવ્યા સામે
મહત્ત્વનું છે કે વડોદરામાં સતત અકસ્માત સર્જાઈ રહ્યાં છે. જ્યાં લોકો અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યાં છે. ત્યાં નબીરાઓ નશાની હાલતમાં વાહન ચલાવી લોકોના જીવ જોખમમાં મુકી રહ્યાં છે. ગોત્રી રોડ પર સર્જાયેલા અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતના ઉતરણમાં સર્જાયો હતો અકસ્માત
બીજી તરફ સુરતના ઉતરણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. ઉતરાણ વિસ્તારમાં 2 યુવતીઓને કારચાલકે ટક્કર મારી હતી. મોપેડ સવાર યુવતીઓ ઉછળીને રસ્તા પર પટકાઈ હતી. ત્યારે આરોપી કારચાલક ટક્કર મારી ફરાર થયો હતો.ઘટના બનતાની સાથે જ સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ અકસ્માતની ઘટનાના CCTV સામે આવ્યા હતા. પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી કારચાલક સામે અગાઉ પણ ગુનો નોંધ્યો હતો.

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
