Women’s Health : મહિલાઓની આ ભૂલો પ્રાઈવેટ પાર્ટને પહોંચાડે છે નુકસાન
મહિલાઓ માટે પર્સનલ હાઈજીન ખુબ જરુરી છે. ખાસ કરીને પ્રાઈવેટપાર્ટની સારસંભાળ રાખવી જરુરી છે. કેટલીક મહિલાઓ પ્રાઈવેટ પાર્ટની સફાઈ દરમિયાન સામાન્ય ભૂલ કરે છે. જેની સ્વાસ્થ પર ખરાબ અસર પડી શકે છે.

સ્ત્રીઓને તેમના પ્રાઈવેટ પાર્ટની સ્વચ્છતા વિશે સાચી માહિતી હોવી જોઈએ અને ખોટી આદતો ટાળવી જોઈએ.

અમુક ખોટી આદતો અને ઉત્પાદનોના ઉપયોગથી નુકસાન થઈ શકે છે, જેના પરિણામે બેક્ટેરિયા અને ચેપ લાગી શકે છે.

એક્સપર્ટનું કહેવું છે કે,ઈન્ફેક્શનથી બચવા માટે પ્રાઈવેટ પાર્ટને હેલ્ધી રહેવું જરુરી હોય છે. જેના માટે એક્સ્ટ્રા સામાન ખરીદવો કે પ્રાઈવેટ પાર્ટની સ્પેશિયલ સંભાળની જરુર નથી. તેનું કારણ એ છે કે, પ્રાઈવેટ પાર્ટ પોતે જે પોતાનું એસિડિક પીએચને જાળવી રાખે છે. જેનાથી દરેક પ્રકારના ઈન્ફેક્શનથી બચી શકાય છે. પરંતુ દરરોજની કેટલીક આદતો મુશ્કેલી ઉભી કરી શકે છે.

પ્રાઈવેટ પાર્ટને કોઈ મોંઘા પ્રોડક્ટની સફાઈ માટે જરુર નથી. ગરમ પાણીથી પણ પ્રાઈવેટ પાર્ટને સાફ કરી શકો છો.આ માટે, કોઈ ખાસ પ્રોડક્ટ અથવા સાબુની જરૂર નથી. ફક્ત હૂંફાળા પાણીનો ઉપયોગ કરો, જેથી પ્રાઈવેટ પાર્ટ કુદરતી રીતે સુરક્ષિત રહે અને કોઈપણ પ્રકારનો ચેપ ન લાગે.

પ્રાઈવેટ પાર્ટને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે સ્ત્રીઓએ સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવા જોઈએ. ચુસ્ત કપડાં પહેરવાથી પ્રાઈવેટ પાર્ટની આસપાસ વધુ પરસેવો થાય છે, જેના કારણે બેક્ટેરિયા વધે છે.

જ્યારે તમે લાંબા સમય સુધી સ્વિમસ્યુટ અથવા ભીના શોર્ટ્સ જેવા ભીના કપડાં પહેરો છો, ત્યારે તેનાથી તમારા પ્રાઈવેટ પાર્ટમાં બેક્ટેરિયા વધે છે. આ તમારા પ્રાઈવેટ પાર્ટ માટે ખતરનાક બની શકે છે. સ્વિમિંગ પછી, તરત જ સૂકા અને આરામદાયક કપડાં પહેરો. આ તમારા પ્રાઈવેટ પાર્ટને સ્વચ્છ રાખશે અને તેને બેક્ટેરિયાથી બચાવશે.

સુગંધિત ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં, કારણ કે તે તમારા પ્રાઈવેટ પાર્ટ માટે હાનિકારક હોઈ શકે છે. આ ઉત્પાદનોમાં મોટી માત્રામાં કેમિકલ હોય છે,

આ ભૂલો કરવાનું ટાળો અને આ સરળ અને અસરકારક ટિપ્સને અનુસરીને તમારા પ્રાઈવેટપાર્ટની સ્વચ્છતાનું ધ્યાન રાખો. આ ઉપરાંત, એવા ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળો જે શરીરના કુદરતી સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































