Travel with tv9 : ભારતમાં જોવા લાયક છે આ જૈન મંદિરો, ગુજરાતમાં આવેલું છે સૌથી પવિત્ર તીર્થધામ, જાણો
જૈન ધર્મ ભારતનો એક મહત્વપૂર્ણ પ્રાચીન ધર્મ છે. જૈન ધર્મના અસ્થિમાં અહિંસા, સત્ય, અસ્તેયમાં (ચોરી ન કરવી) માનનારો ધર્મ છે. ભારતમાં જોવા લાયક જૈન ધર્મના મંદિર વિશે તમને જણાવીશું.

ભારતમાં જૈન મંદિરોનો સૌથી મોટો સમૂહ આવેલો છે. ગુજરાતના પાલિતાણા આવેલા જૈન મંદિરનું એક આગવું મહત્ત્વ છે. તીર્થયાત્રા માટેના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. શત્રુંજય ટેકરી પર 3000 થી વધુ મંદિરો આવેલા છે. જેમાંથી 863 જૈનોના પવિત્ર મંદિરો છે.

રાણકપુર જૈન મંદિર ભારતના પ્રસિદ્ધ જૈન મંદિરોમાંનું એક છે. તે રાજસ્થાનના પાલી જિલ્લામાં અને અરવલ્લી પર્વતોની વચ્ચે, જોધપુર અને ઉદયપુર બંનેથી થોડે દૂર આવેલું છે. 14-15મી સદીનું સુશોભિત મંદિર, તીર્થંકર ઋષભનાથની પૂજા કરવામાં આવે છે.

રાજસ્થાનના માઉન્ટ આબુથી થોડે દૂર આવેલા દેલવાડાના મંદિરો પણ જોવા લાયક છે. દેલવાડાના મંદિરો ભારતના શ્રેષ્ઠ જૈન મંદિરોની યાદીમાં સામેલ છે. મંદિરો માત્ર તેમના ધાર્મિક મહત્વ માટે જ નહીં પરંતુ સુંદર અને કલાત્મક આરસની કોતરણી માટે પણ પ્રખ્યાત છે.

વિશ્વના સૌથી મોટા મોનોલિથિક શિલ્પોનું ઘર ગોમતેશ્વર મંદિર કર્ણાટકના હાસન જિલ્લામાં શ્રવણબેલાગોલા ખાતે આવેલું છે. પવિત્ર જૈન મંદિરમાં બાહુબલી તરીકે ઓળખાતા પ્રથમ તીર્થંકરની વિશાળ કાળા પથ્થરમાંથી મૂર્તિ બનાવેલી છે.

ભારતના પ્રસિદ્ધ જૈન મંદિરોમાં તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં આવેલ કુલપાકજી મંદિર છે. કોનાલુપાકા જૈન મંદિર તરીકે પણ ઓળખાય છે, 2000 વર્ષ જૂનું મંદિર શ્વેતાંબર જૈનો માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

































































