IPL 2025 Points Table : પ્લેઓફની રેસમાં આ ટીમો સૌથી આગળ, ત્રણ ટીમો વચ્ચે રસપ્રદ જંગ
આઈપીએલમાં અત્યારસુધી 3 ટીમના 6 પોઈન્ટ થયા છે. આ સાથે હવે પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની છે. તો ચાલો જાણીએ આઈપીએલ 2025માં પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ સૌથી આગળ અને કઈ ટીમ સૌથી પાછળ છે.

આઈપીએલ 2025ની મેચ જેમ જેમ આગળ વધી રહી છે. તેમ વધુ રોમાંચક બની રહી છે. જે 6 પોઈન્ટ સાથે પ્લેઓફની રેસમાં સૌથી આગળ ચાલી રહી છે. 3 ટીમ પાસે માત્ર 2 પોઈન્ટ છે. આ વચ્ચે આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને વધુ એક મેચમાં હાર આપી છે. આરસીબીની ટીમ હવે ટોપ-4માં છે. મુંબઈની હાલત ખરાબ જોવા મળી રહી છે.

મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ બાદ આઈપીએલ 2025 પોઈન્ટ ટેબલની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સની ટીમ 3 મેચ જીતી 6 પોઈન્ટ સાથે ટોપ પર ચાલી રહી છે. દિલ્હી એક માત્ર એવી ટીમ છે. જેમણે અત્યારસુધી તમામ મેચ જીતી છે. ટુંકમાં એક મેચ પણ હારી નથી.

4 મેચ રમી 3 મેચ જીતી ગુજરાત ટાઈટન્સની ટીમ બીજા નંબર પર છે. આરસીબી પણ 4માંથી 3 મેચ જીતી તેની પાસે 6 પોઈન્ટ છે. આરસીબી હાલમાં ત્રીજા સ્થાને છે. હવે આ 3 ટીમમાંથી કોઈ એક ટીમનું પ્લેઓફમાં જવું ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. જો કોઈ ઉલટફેર ના થાય તો.

પંજાબ કિંગ્સ,કેકેઆર,એલએસજી અને રાજસ્થાન 2 જીત સાથે 4 પોઈન્ટ છે. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની પાસે માત્ર 2 પોઈન્ટ છે. આ ટીમે હવે આગળની મેચ જીતવી જરુરી છે. ત્યારે તેના પ્લેઓફ માટે દરવાજા ખુલશે. હજુ કેટલીક મેચ બાકી છે, હવે પોઈન્ટ ટેબલ વધુ રસપ્રદ જોવા મળશે.

મંગળવારે એટલે કે 8 એપ્રિલે બે મેચ રમાશે. દિવસની પહેલી મેચમાં, KKR અને LSG ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચ ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે.

આ પછી, બીજી મેચ ચંદીગઢમાં રમાશે, જ્યાં પંજાબ કિંગ્સ CSK સામે ટકરાશે. આ મેચ ચારેય ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. જીત અને હાર પછી, પોઈન્ટ ટેબલમાં ફરીથી ફેરફાર થશે.
આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































