Vati Dal Khaman: નાસ્તામાં બનાવો બજાર જેવા જ વાટીદાળના ખમણ, એકવાર ખાશો વારંવાર કરશો યાદ
ગુજરાતમાં વિવિધ પ્રકારના ખમણ - ઢોકળા બનાવવામાં આવે છે. ત્યારે આજે તમને ઘરે સરળતાથી વાટીદાળના ખમણ કેવી રીતે બનાવવાય તે જાણાવીશું.

વાટીદાળ અને નાયલોન ખમણ ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે. વાટીદાળ ખમણ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે.

વાટીદાળ બનાવવા માટે ચણાની દાળ, દહીં, આદુ-મરચાની પેસ્ટ, મીઠું, હળદર પાઉડર, તેલ, કોથમીર, વઘાર માટે - રાઈ, મીઠા લીમડાના પાન, તલ સહિતની સામગ્રીની જરુર પડશે.

વાટીદાળના ખમણ બનાવવા માટે સૌથી પહેલા ચણાની દાળને 2-3 વાર ધોઈને સાફ કરો અને પાણીમાં 8 કલાક માટે પલાળી રાખો.

પલાળેલી દાળને દહીં ઉમેરી મિક્સરજારમાં અધકચરું પીસી લો. ત્યારબાદ આ મિશ્રણને 8 કલાક ઢાંકીને આથો આવવા દો. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરો.

સ્ટીમર પ્લેટમાં તેલ લગાવી તેમાં આ બેટર પાથરી દો અને 15 મિનિટ માટે સ્ટીમ કરી લો. હવે ગેસ બંધ કરી પ્લેટને બહાર કાઢી લો. તેના ચપ્પાથી કાપી લો.

હવે ખમણ પર વઘાર કરવા માટે એક પેનમાં તેલ મુકો તેના પર રાઈ, લીલા મરચા, ઉમેરી આ વઘારને ખમણ પર નાખી મિક્સ કરી લો. આ ખમણને તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.






































































