આજનું હવામાન : ગુજરાતમાં ગરમીનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થાય તેવી આગાહી કરવામાં આવી છે. હજુ પણ 48 કલાક ગરમીનું જોર યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થાય તેવી આગાહી કરવામાં આવી છે. હજુ પણ 48 કલાક ગરમીનું જોર યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 48 કલાક દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. દરિયામાં ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી હાહાકાર મચાવી રહી છે. સતત ચાર દિવસથી હીટવેવના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાહાકારની સ્થિતિ જોવા મળી રહી છે. કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતના અમરેલી, આણંદ, બોટાદ,છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.અમદાવાદ, અરવલ્લી, ભરૂચ, દાહોદ, ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.બનાસકાંઠા, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
